દશેરા

પ્રાચીન હિંદુ તહેવાર
(વિજયા દશમી થી અહીં વાળેલું)

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

દશેરા
દશેરા દુર્ગા અથવા રામના વિજયનું પ્રતીક છે.[]
બીજું નામવિજ્યા દશમી, દસરા
પ્રકારધાર્મિક, સાંસ્કૃતિક
મહત્વઅધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ
ઉજવણીઓરામલીલા અથવા દુર્ગા પૂજાનો અંત
ધાર્મિક ઉજવણીઓપંડાલો, નાટકો, લોકમેળા, રાવણના પૂતળાંનું દહન, દુર્ગા મૂર્તિનું વિસર્જન
તારીખઆસો (સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર)

દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

  1. Christopher John Fuller (2004). The Camphor Flame: Popular Hinduism and Society in India. Princeton University Press. પૃષ્ઠ 108–109. ISBN 978-0-69112-04-85.
  2. 2017 Holidays National Informatics Centre (NIC), MeitY, Government of India