વિલ્સન હીલ, ધરમપુર

ધરમપુર નજીક આવેલું એક ગિરિમથક

વિલ્સન હિલ[૧] સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં, પર્વતની ટોચ ઉપર, દરિયાઈ સપાટીથી ર૩૦૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત પંગારબારી ગામે આવેલું આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઊપરથી નીચે ખીણમાં પથરાયેલી વનરાજી, અને ક્ષિતિજમાં આથમતો સૂર્ય માણવા માટે પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે.

વિલ્સન હીલ
વિલ્સન હીલ પરથી દેખાવ
શિખર માહિતી
ઉંચાઇ870 m (2,850 ft)
અક્ષાંસ-રેખાંશ20°30′29″N 73°21′23″E / 20.508109°N 73.356314°E / 20.508109; 73.356314
ભૂગોળ
વિલ્સન હીલ is located in ગુજરાત
વિલ્સન હીલ
વિલ્સન હીલ
પિતૃ પર્વતમાળાપશ્ચિમ ઘાટ
ભૂસ્તરશાસ્ત્ર
પર્વત પ્રકારજ્વાળામુખીક
આરોહણ
સૌથી સહેલો રસ્તોજમીનમાર્ગ

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ સ્થળના વિકાસ માટે ઈ.સ. ૧૯ર૮ના વર્ષમાં તત્કાલિન અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને, ધરમપુરના તત્કાલિન રાજવી મહારાજા વિજયદેવજીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા માટે તેમ જ તેના ઉદ્‌ઘાટન માટે આમંત્ર્યા હતા. ત્યારથી આ સ્થળને વિલ્સન હીલ તરીકે ઓળખાય છે.[૨] આ સ્થળ ધરમપુરથી પૂર્વ દિશામાં આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

અહીં નજીકમાં વાઘવળ ગામ ખાતે દત્ત મંદિર તથા શંકર ધોધ, વરસાદી દેવ સહિતના દેવસ્થાનો તેમ જ રજવાડાંના સમયમાં ગુનેગારોને સજા આપવા માટે બનાવાયેલ વધસ્તંભ જોવાલાયક છે.[૩]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "ધરમપુર તાલુકા પંચાયત". valsaddp.gujarat.gov.in. મેળવેલ 2019-12-24.
  2. "વલસાડ જીલ્લા પંચાયત | જિલ્લા વિષે | જોવાલાયક સ્થળો | વિલ્સનહીલ - ધરમપુર". valsaddp.gujarat.gov.in. મેળવેલ 2019-12-24.
  3. "વિલ્સન હીલ". સંદેશ. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-12.

બાહ્ય કડીઓ ફેરફાર કરો