સંદેશ દૈનિક

ગુજરાતનું એક દૈનિક વર્તમાનપત્ર


સંદેશ ગુજરાત રાજ્યમાં પ્રકાશીત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર (દૈનિક સમાચાર પત્ર) છે અને તેની સ્થાપના ૧૯૨૩માં થઇ હતી.[]

સંદેશ
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
માલિકધ સંદેશ લી.
સંપાદકફાલ્ગુનભાઈ ચીમનભાઈ પટેલ
સ્થાપના૧૯૨૩
ભાષાગુજરાતી
વડુમથકઅમદાવાદ

આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય અમદાવાદ શહેરમાં આવેલું છે, અને શાખાઓ સુરત, વડોદરા તેમ જ રાજકોટ શહેરમાં પણ આવેલી છે. આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરમાંથી પ્રકાશિત કરવામાં આવે છે. સંદેશ ગુજરાતી સાપ્તાહિક તેમજ સંદેશ આંતરરાષ્ટ્રિય શિકાગો, ઇલિનોઇસ, યુનાઇટેડ સ્ટેટ્સ માંથી બહાર પાડે છે.[]

આ છાપું ધ સંદેશ લિમિટેડ નામની સંસ્થા તરફથી બહાર પાડવામાં આવે છે. આ સંસ્થાના સી.એમ.ડી. તેમ જ સંદેશ અખબારના મુખ્ય તંત્રી ફાલ્ગુન ચીમનભાઈ પટેલ છે.

પૂર્તિઓ

ફેરફાર કરો

સંદેશમાં આવતી પૂર્તિઓ નીચે મુજબ છે.[]

  • રવિવાર : સંસ્કાર
  • સોમવાર : આર્થિક
  • મંગળવારઃ નારી
  • બુધવાર : અર્ધસાપ્તાહિક
  • ગુરુવાર : શ્રધ્ધા
  • શુક્રવાર : સિને સંદેશ
  • શનિવાર : કિડ્ઝ વર્લ્ડ
  1. Jeffrey, Robin. India's Newspaper Revolution: Capitalism, Technology and the Indian Language Press, ૧૯૭૭-૧૯૯૯, p. ૧૨૦ (૨૦૦૦) ("In Gujarat in the 1950s, successful business families ... acquired both the big old nationalist newspapers, Gujarat Samachar, founded in 1932, and Sandesh, founded in 1923.")
  2. "Details".
  3. "Sandesh E-paper".

બાહ્ય કડીઓ

ફેરફાર કરો