મુઝફ્ફર વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મુઝફ્ફર વંશ
(કોઇ તફાવત નથી)

૨૩:૧૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

મુઝફ્ફર વંશના (English: Muzaffarid dynasty) સુલતાનોએ ગુજરાતમાં ૧૩૯૧ થી ૧૫૮૩ સુધી રાજ કર્યુ હતું. આ વંશનો સ્થાપક ઝફર ખાન મુઝફ્ફર (અનુક્રમે મુઝફ્ફર શાહ પહેલો), દિલ્હી સલ્તનતના તાબા હેઠળ અણહિલપુર પાટણ ખાતે ગુજરાત સુબાનો સુબેદાર હતો. ઝફરખાનના રાજપુત પિતાએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી વાજિહ-ઉલ-મુલ્ક નામ ધારણ કર્યુ હતું. દિલ્હીનો સુલતાન ફિરોઝશાહ સબંધે વાજિહ-ઉલ-મુલ્કનો બનેવી થતો. ૧૩૯૮માં તેમુર લંગ ના હુમલાથી દિલ્હી સલ્તનતની પકડ નબળી થતા ઝફર ખાને પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલતાન તરિકે પ્રસ્થાપિત કરી દીધો. તેના પુત્ર, અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી તેને ગુજરાતની રાજધાની બનાવી. આ વંશે ગુજરાત પર લગભગ ૨૦૦ વર્ષ રાજ કર્યુ ત્યારબાદ તે મુઘલ સલ્તનતના તાબામાં આવી ગયું હતું. અહમદશાહના પ્રપૌત્ર [[મહમદ બેગડો|મહમદ બેગડાના] શાસનકાળમાં આ રાજ્ય સૌથી વધારે વિસ્તાર પામ્યો. પશ્ચિમમાં કચ્છ અને પુર્વમાં માંળવા સુધી આ રાજ્ય વિસ્તાર પામ્યુ હતું.

મુઝફ્ફર વંશના શાસનકાળ દરમિયાન અમદાવાદ ઘણું જ સમૃધ્ધ શહેર બન્યું. આ કાળમાં હિન્દુ, જૈન અને મુસ્લિમ સ્થાપ્ત્ય કળાનો અદભૂત સમન્વય જોવા મળે છે. કોતરણી વાળી જાળી, મીનારા અને છત્રીઓ જેવા ગુજરાતના આ સ્થાપત્યોની છાપ મુઘલ સ્થાપત્યમાં પણ જોવા મળે છે.

ગુજરાત સલ્તનતના સુલતાન

ખિતાબ/નામ[૧] વ્યકિગત નામ શાસન કાળ
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ પહેલો
شمس الدین مظفر شاہ اول
ઝફર ખાન 1391 - 1403 (પ્રથમ શાસન)
નસિર-ઉદ-દીન મુહમ્મદશાહ પહેલો
نصیر الدین محمد شاہ اول
તાતર ખાન 1403 - 1404
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ પહેલો
شمس الدین مظفر شاہ اول
ઝફરખાન 1404 - 1411 (બીજું શાસન)
નસિર-ઉદ-દીન અહમદશાહ
ناصر الدین احمد شاہ اول
અહમદખાન 1411 - 1443
મુઇઝ્ઝ-ઉદ-દીન મુહમ્મદશાહ બીજો
المعز الدین محمد شاہ دوم
કરીમખાન 1443 - 1451
કુત્બ-ઉદ-દીન અહમદશાહ બીજો
قطب الدین احمد شاہ دوم
જલાલખાન 1451 - 1458
દાઉદશાહ
داود شاہ
દાઉદખાન 1458
નસિર-ઉદ-દીન મહમુદશાહ પહેલો (મહમદ બેગડો)
ناصر الدین محمود شاہ اول محمود بگڑا
ફતેહખાન 1458 - 1511
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ બીજો
شمس الدین مظفر شاہ دوم
ખલિલખાન 1511 - 1526
સિક્ંદરશાહ
سکندر شاہ
સિકંદરખાન 1526
નસિર-ઉદ-દીન મહમુદશાહ બીજો
ناصر الدین محمود شاہ دوم
નસિરખાન 1526
કુત્બ-ઉદ-દીન બહાદુરશાહ
قطب الدین بہادرشاہ
બહાદુરખાન 1526 - 1535 (પહેલું શાસન)
મુઘલ સલ્તનત સાથે ગજગ્રાહ: 1535 - 1536
કુત્બ-ઉદ-દીન બહાદુરશાહ
قطب الدین بہادرشاہ
બહાદુરખાન 1536 - 1537 (બીજું શાસન)
મીર મુહમ્મદશાહ ત્રીજો
میران محمد شاہ تریہم
ખાંદેશી મીર મુહમ્મદશાહ ફારુકી 6 weeks; 1537
નસિર-ઉદ-દીન મહમુદશાહ ત્રીજો
ناصر الدین محمود شاہ تریہم
મહમુદ ખાન 1537 - 1554
ઘીયાસ-ઉદ-દીન અહમદશાહ ત્રીજો
‏غیاث الدین احمد شاہ تریہم
અહમદ ખાન 1554 - 1561
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ ત્રીજો
شمس الدین مظفر شاہ تریہم
હુબ્બૂ[૨] અથવા નન્નુ અથવા નથુ [૩](મુઘલ ઇતિહાસકાર પ્રમાણે ઢોંગી) 1561 - 1573
મુઘલ સલ્તનત સાથે ગજગ્રાહ: 1573 - 1583
શમ્સ-ઉદ-દીન મુઝફ્ફરશાહ ત્રીજો
شمس الدین مظفر شاہ تریہم
હુબ્બૂ અથવા નન્નુ અથવા નથુ 1583 (પુનર્સ્થાપિત)
મુઘલ સલ્તનત


સંદર્ભ

બાહ્ય કળીઓ