હીરણ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ભારતની નદી
Content deleted Content added
પાનાં "Hiran River" ને ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૨૧:૪૦, ૮ ડિસેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ ધારાનો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણ આ નદી મોટાભાગે તળાળા શહેર પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે. કમલેશ્વર બંધ (હીરણ-૧) અને ઉમરેઠી બંધ આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.[૧]

સંદર્ભ

  1. "Hiran River". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મેળવેલ 13 March 2012. CS1 maint: discouraged parameter (link)