સુરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ. કોમન્સ-વિકિવોયેજ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭૩:
| blank2_info_sec1 = ૮૬.૬૫%<ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011-prov-results/data_files/gujarat/table-5.xls|title=Literacy Rates by Sext for State and District|work=2011 census of India|publisher=Government of India|accessdate=૨૫ જૂન ૨૦૧૨}}</ref>
}}
'''સુરત'''({{ઉચ્ચારણ|Surat_voice.ogg}}), દક્ષિણ [[ગુજરાત]]નું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા [[સુરત જિલ્લો| સુરત જિલ્લા]]નું વડું મથક છે. તે [[તાપી]] નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે. સુરત [[ગુજરાત]]નું બીજા ક્રમનું અને [[ભારત]]નું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં [[અમદાવાદ]] પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા [[હીરો|હીરા]] સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર,<ref>Ministry of Urban Development: [http://im.rediff.com/news/2010/may/rank-of-cities-on-sanitation-2009-2010.pdf RANK OF CITIES ON SANITATION 2009–2010], ''Ministry of Urban Development'', 10 May 2010.</ref> અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.<ref>{{cite web|url=http://www.citymayors.com/statistics/urban_growth1.html|title=World's fastest growing urban areas|publisher=City Mayors}}</ref> 
 
== ઇતિહાસ ==
લીટી ૯૨:
ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર [[બ્યુબૉનીક પ્લેગ]] ફેલાયો. આમ તો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.
 
બીજીવાર 07 ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ ૪૦ વર્ષો સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું{{સંદર્ભ}}.
 
રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે, જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.{{સંદર્ભ}} ૨૦૦૮માં સુરત શહેરનો જી.ડી.પી. વિકાસ દર સૌથી વધારે ૧૧.૫% હતો.{{સંદર્ભ}} આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.{{સંદર્ભ}}
લીટી ૨૮૫:
 
== બાહ્ય કડીઓ ==
{{Commons category}}
{{Wikivoyage}}
 
=== વહીવટ ===
* [http://www.suratmunicipal.gov.in સુરત મહાનગર પાલિકા]
"https://gu.wikipedia.org/wiki/સુરત" થી મેળવેલ