સુરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વાક્ય સુધાર્યું. આ પણ જુઓ.
નાનું સાફ-સફાઇ. જિલ્લાના ઢાંચાની જરૂર નથી.
લીટી ૭૧:
| blank2_info_sec1 = ૮૬.૬૫%<ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011-prov-results/data_files/gujarat/table-5.xls|title=Literacy Rates by Sext for State and District|work=2011 census of India|publisher=Government of India|accessdate=૨૫ જૂન ૨૦૧૨}}</ref>
}}
'''સુરત'''({{ઉચ્ચારણ|Surat_voice.ogg}}), દક્ષિણ [[ગુજરાત]]નું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા [[સુરત જિલ્લો| સુરત જિલ્લા]]નું વડું મથક છે. તે [[તાપી]] નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત [[ગુજરાત]]નું બીજા ક્રમનું અને [[ભારત]]નું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં [[અમદાવાદ]] પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા [[હીરો|હીરા]] સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર,<ref>Ministry of Urban Development: [http://im.rediff.com/news/2010/may/rank-of-cities-on-sanitation-2009-2010.pdf RANK OF CITIES ON SANITATION 2009–2010], ''Ministry of Urban Development'', 10 May 2010.</ref> અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.<ref>{{cite web|url=http://www.citymayors.com/statistics/urban_growth1.html|title=World's fastest growing urban areas|publisher=City Mayors}}</ref>
 
== ઇતિહાસ ==
લીટી ૭૭:
 
=== મુઘલકાળનું સુરત ===
૧૬મી સદી દરમ્યાન જ્યારે [[મુઘલ યુગ|મુઘલ કાળ]]માં ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયુ હતું. ભૌગોલિક રીતે સુરત શહેર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતા યાત્રીઓ માટે અહીનાં બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહી વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપવા તે સમયે "નાણાવટ" નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું. જેમાં શાહી ટંકશાળ પણ હતી, આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચી દિવાલ (કોટ) બાંધવામાં આવી, જેનું નામ [[શેહરે પનાહ]] આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો "નાના કોટ" તરીકે પણ ઓળખતાં હતાં. સમય જતાં શહેરનું વિસ્તરણ થયું અને તે "શેહેરે પનાહ"ની બહાર નીકળી ગયું. સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો. જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને [[આલમ પનાહ]] નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો "મોટા કોટ" તરીકે ઓળખતાં હતાં.
 
=== બ્રિટીશકાળનું સુરત ===
લીટી ૧૨૩:
== ભૂગોળ ==
[[File:Tapi river.jpg|thumbnail|તાપી નદી]]
સુરત તાપી નદીનાં કિનારે વસેલું એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધોના કારણે હાલનું બંદર ખૂબ જ નાનું થઈ ગયું છે, જે હજીરા પાસે આવેલ છે. સુરતની આસપાસ [[તાપી જિલ્લો]],[[ભરૂચ જિલ્લો]],[[વલસાડ જિલ્લો]], [[નર્મદા જિલ્લો]], [[નવસારી જિલ્લો]] અને [[ડાંગ જિલ્લો|ડાંગ]] જિલ્લા આવેલાં છે, જ્યારે પશ્ચિમે [[અરબી સમુદ્ર]] આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.
 
=== હવામાન ===
લીટી ૨૨૦:
 
=== સુરતના જાણીતા વિસ્તારો ===
[[ચિત્ર:Mini Eiffel Tower at Parle Point in Surat.jpg|thumb|સુરત શહેર ખાતે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં એફીલ ટાવરની પ્રતિકૃતિ (જે હાલ હયાત નથી )]]
 
{| class="wikitable"
લીટી ૩૦૬:
{{સુરત શહેર}}
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}
<center>{{ગુજરાતના જિલ્લાઓ}}</center>
 
[[શ્રેણી:સુરત શહેર]]
"https://gu.wikipedia.org/wiki/સુરત" થી મેળવેલ