ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[File:Dr. Dhirubhai Thakar.jpg|thumb|ધીરુભાઈ ઠાકર]]
'''ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સવ્યસાચી’ (જન્મ ૨૭-૬-૧૯૧૮, મૃત્યુ તા. 22-1-2014) : સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર.''' જન્મ કોડીનારમાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ [[ગુજરાતી વિશ્વકોશ]]ના મુખ્ય સંપાદક. મૃત્યુ : 22 જાન્યુઆરી, 2014, અમદાવાદ
 
‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ [[કસ્તૂરભાઈ લાલભાઈ]]નું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.