સયાજી બાગ (કમાટી બાગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''સયાજી બાગ''' અથવા '''કમાટી બાગ''' નામે જાણીતો આ બાગ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]] તેમ જ [[વડોદરા|વડોદરા તાલુકા]]ના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા [[વડોદરા]] શહેરમાં આવેલો છે.

આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં [[કાલાઘોડા]] સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં બાગ ઉપરાત પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), જોય ટ્રેન (સયાજી એક્સપ્રેસ) અને માછલીઘર આવેલુ છે. સયાજીબાગમાં ઘણાં દુર્લભ એવા ફુલ, છોડ અને ઝાડ છે, જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ).
 
== છબીઓ ==
<gallery>
File:Sayaji Baug.jpg|thumb|સયાજી બાગ મુખ્ય દરવાજો (નં. ૧)
File:Baroda Museum exterior.jpg|thumb|right|સંગ્રહાલય અને ચિત્ર ગેલેરી
File:Sayaji Baug planetarium.jpg|thumb|right|પ્લેનેટોરિયમ
File:Sayaji Baug Toy Train.jpg|thumb|right|ટોય ટ્રેન
File:Joy train.jpg|thumb|જોય ટ્રેન
File:Sayaji Baug Zoo.jpg|thumb|right|પ્રાણીસંગ્રહાલય
File:Sayaji Baug Floral Clock.jpg|thumb|right|ફ્લોરલ ક્લોક
File:Baroda Museum1.jpg|thumb|વડોદરા મ્યુઝીયમ અને ચિત્રગેલેરી
File:Joy Train Station.jpg|thumb|સ્વામી વિવેકાનંદ (જોય ટ્રેન) સ્ટેશન