ગાંધીવાદ એવા વિચારોનો સંગ્રહ છે જે મહાત્મા ગાંધીનાં પ્રેરણા, વિચારો અને કાર્યોને દર્શાવે છે. તે ખાસ કરીને અહિંસક પ્રતિકારના વિચારમાં તેના યોગદાન સાથે સંકળાયેલ છે, જેને ક્યારેક નાગરિક પ્રતિકાર પણ કહેવામાં આવે છે. ગાંધીવાદના બે આધારસ્તંભ સત્ય અને અહિંસા છે .

ખુદાઇ ખીમતમતગરોના ખાન અબ્દુલ ગફ્ફર ખાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મોહનદાસ ગાંધી .

"ગાંધીવાદ"માં ગાંધીજીનાં વિચારો, શબ્દો, અને ક્રિયાઓ વિશ્વના લોકો માટે શું મહત્વ ધરાવે છે અને તેને પોતાના ભવિષ્યના ઘડતર માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેનો સમાવેશ થાય છે. ગાંધીવાદ વ્યક્તિગત માનવ, રાજકીય અને અસામાજિક ક્ષેત્રમાં પણ પ્રવેશ કરે છે. ગાંધીવાદીનો અર્થ એવી વ્યક્તિ થાય છે કે જે ગાંધીવાદ કે તેને અટ્રિબ્યૂટ કરેલી વિચારધારાનું પાલન કરે છે.[૧]

જોકે, ગાંધીજીએ 'ગાંધીવાદ' શબ્દને મંજૂરી આપી ન હતી. જેમ કે તેમણે સમજાવ્યું:

""ગાંધીવાદ" જેવી કોઈ વસ્તુ નથી અને હું મારા નામ પાછળ કોઈ સંપ્રદાય ઈચ્છતો નથી. હું પોતે કોઈ નવા સિદ્ધાંત કે માન્યતાને ઉત્પન્ન કર્યાનો દાવો કરતો નથી. મેં માત્ર મારી પોતાની રીતે શાશ્વત સત્યોને મારા દૈનિક જીવનમાં અને સમસ્યાઓમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મેં જે મંતવ્યો બનાવ્યાં છે અને હું જે નિર્ણયો પર આવ્યો છું તે આખરી નથી. હું કદાચ કાલે તેને બદલી શકું. મારી પાસે વિશ્વને શીખવવા કંઈ જ નવું નથી. સત્ય અને અહિંસા તો ટેકરીઓ જેટલાં જૂનાં છે."[૨]

ગાંધીવાદીઓ ફેરફાર કરો

અમુક મુસ્લિમ ગાંધીવાદીઓ રહ્યા છે, જેમ કે ખાન અબ્દુલ ગફ્ફર ખાન, જેમને "સરહદના ગાંધી" તરીકે ઓળખવામાં આવે છે; ગાંધીજીના પ્રભાવ હેઠળ, તેમણે ૧૯૧૯ની શરૂઆતમાં જ ઉત્તર પશ્ચિમ સીમાના પઠાણોને સંગઠિત કર્યા.[૩] ઇસાઇ ગાંધીવાદીઓમાં હોરેસ એલેક્ઝાંડર [૪] અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો સમાવેશ થાય છે . [૫] યહૂદી ગાંધીવાદીઓમાં ગાંધીના નજીકના સાથી હર્મન કૅલેનબેકનો સમાવેશ થાય છે.

ગાંધીવાદી વિચારોને પ્રોત્સાહન ફેરફાર કરો

ગાંધીવાદના વિચારોને પ્રોત્સાહન આપવા માટે કેટલીક પત્રિકાઓ પણ પ્રકાશિત થાય છે. તે પૈકીની પ્રમુખ પત્રિકાઓમાં ગાંધી માર્ગ, કે જેને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન વડે અંગ્રેજીમાં ૧૯૫૭થી પ્રકાશિત કરવામાં આવે છે, મુખ્ય છે.[૬]

સંદર્ભો ફેરફાર કરો

  1. Nicholas F. Gier (2004). The Virtue of Nonviolence: From Gautama to Gandhi. SUNY Press. પૃષ્ઠ 222. ISBN 978-0-7914-5949-2.
  2. Gwilym Beckerlegge, World religions reader, 2001
  3. Ronald M. McCarthy and Gene Sharp, Nonviolent action: a research guide (1997) p. 317
  4. Horace Alexander, Consider India: An Essay in Values (London: Asia, 1961), p. 73
  5. Mary Elizabeth King, Mahatma Gandhi and Martin Luther King Jr: the power of nonviolent action (UNESCO Publishing, 1999), p. 183
  6. Ananda M. Pandiri, A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi:Biographies, Works by Gandhi, and Bibliographical Sources Greenwood Publishing Group, 1995↵ISBN 0313253374 (p. 349).