લોદી વંશ[૧]દિલ્હી સલ્તનતનો એક અફઘાન વંશ હતો, જેણે ઇ.સ. ૧૪૫૧થી ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કર્યું હતું. દિલ્હી સલ્તનતનો આ છેલ્લો વંશ હતો. તેનો સ્થાપક બહબલ ખાન લોદી હતો, જેણે સૈયદ વંશની જગ્યાએ પોતાનો વંશ સ્થાપ્યો હતો.[૨][૧]

લોદી વંશ
૧૪૫૧–૧૫૨૬
Location of લોદી વંશ
લોદી વંશનું સામ્રાજ્ય, જે અફઘાન સામ્રાજ્ય વડે દર્શાવેલ છે.
રાજધાની દિલ્હી
ભાષાઓ ફારસી
ધર્મ સુન્ની ઇસ્લામ
સત્તા રાજાશાહી
ઇતિહાસ
 •  સ્થાપના ૧૪૫૧
 •  અંત ૧૫૨૬
પહેલાનું શાસન
પછીની સત્તા
સૈયદ વંશ
મુઘલ સામ્રાજ્ય

અંત ફેરફાર કરો

ચિત્ર:Sultan-Ibrahim-Lodhi.jpg
ઇબ્રાહિમ લોદી, લોદી વંશનો છેલ્લો શાસક

આ વંશનો અને દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. ઇ.સ. ૧૫૨૬માં અફઘાનિસ્તાનના ફરગાનામાથી આવેલ બાબર સાથેના પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થતાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો હતો અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઇ હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Lodī dynasty". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2018-10-10.
  2. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 122–125. ISBN 978-9-38060-734-4.