વિશ્વેશ્વર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી ઉત્તરે ૪ કિ.મી. દુર જૂની સરોત્રી ગામે બનાસ નદીના કિનારે આવેલું શિવમંદિર છે, જે વિશ્વેશ્વર મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે.

વિશ્વેશ્વર મહાદેવ મંદિર

વિશ્વેશ્વર મંદિર અત્યંત જૂનું છે અને એવુ કહેવાય છે કે, આ ક્ષેત્રના દંતાણી ક્ષેત્રમાં જયરાજ ચાવડાના ચૌદમી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહોજલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના થઈ હતી. આ સ્થળે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે તેની રમણીયતા વધી જાય છે. શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન અને પર્યટન માટે આવે છે. દર મહાશિવરાત્રિએ અહીં મેળો ભરાય છે. મંદિર જિર્ણ થતાં વધુ સુવિધાઓ સાથે તેનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો.[]

આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની વિશેષ સુવિધા છે.[]

  1. ૧.૦ ૧.૧ "પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર". મૂળ માંથી 2011-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૬.