વીંછુડો
ગુજરાતમાં અનુસરવામાં આવતા પંચાંગ પ્રમાણે દર મહિને વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી શરુ કરી ને જયેષ્ઠા નક્ષત્રના અંત સુધીનો સમય મળીને જે સવા બે દિવસનો સમય થાય છે, તેને વીંછુડો કહેવાય છે. વીંછુડામાં વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા એમ કુલ ત્રણ નક્ષત્રોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આ વીંછુડાના સમય દરમ્યાન કોઈ સારા કામ કરવામાં આવતા નથી, પરંતુ અપવાદ રુપે અનુરાધા નક્ષત્રના સમય દરમ્યાન શુભકાર્ય કરી શકાય છે. ઈસ્લામ ધર્મમાં આ વીંછુડાને કમરદર અકરબ કહેવાય છે, તેઓ આ દિવસો દરમિયાન લગ્ન અથવા મુસાફરી કરવાનું યોગ્ય ગણતા નથી.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |