નક્ષત્ર
નક્ષત્ર આકાશમાં તારાઓ નું કાલ્પનિક જુથ છે. ત્રણ પરીમાણમાં આવેલા આ તારાઓ વચ્ચે કોઇ સબંધ નથી પરંતુ, રાત્રીના અવકાશમાં તે એકમેક સાથે જુથમાં જોવા મળે છે. માનવી હંમેશા ઐતીહાસીક રીતે આવા કાલ્પનિક જુથની કલ્પનાઓ કરતો આવ્યો છે. આવા કાલ્પનિક જુથોને ખગોળ શાસ્ત્રીઓ (International Astronomical Union) માન્યતા આપતા નથી. ખગોળ શાસ્ત્રને આધારે નક્ષત્રોના તારાઓ વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી કેમકે, આ તારાઓ એક બીજાથી લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે.
જુદીજુદી સંસ્કૃતિઓમાં નક્ષત્રોના નામ તથા આકારો અલગ-અલગ હોય છે પણ કેટલાંક પ્રખ્યાત નક્ષત્રો જેમકે મૃગશીર્ષ નક્ષત્ર તથા વૃશ્ચીક નક્ષત્ર મોટાભાગની સંસ્કૃતિઓમાં ઓળખાયેલ છે.
International Astronomical Union (IAU) આકાશને ચોક્કસ સરહદથી નક્કી કરેલા ૮૮ ભાગોમાં વહેંચે છે. આમ આકાશનો કોઈપણ ભાગ એક જ નક્ષત્રમાં આવે છે. ઊત્તરના ભાગમાં આવેલા નક્ષત્રોના નામો પ્રાચીન સંસ્કૃતિઓ (જેમા ભારતના જ્યોતિષ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે) ના આધારે પડાયેલ છે.
ગણતરી
ફેરફાર કરોભારતીય પંચાંગ મુજબ રાશિચક્રના વર્તુળનાં સત્તાવીસ ભાગ (૩૬૦º/૨૭) કરો એટલે દરેક નક્ષત્ર ૧૩º૨૦'નું થાય, દશાંશ મુજબ ૧૩.૩૩૩૩º નુ થાય. માટે જો રાશિચક્રમાં ચંદ્રનું સ્થાન અમુક સમયે ૨૬૨.૧૬૬૬º હોય તો ૨૬૨.૧૬૬૬º/૧૩.૩૩૩૩º=૧૯.૬૬૨૫º, એટલે કે તે સમયે ૧૯ નક્ષત્ર વીતી અને ૨૦મું નક્ષત્ર એટલે કે પૂર્વાષાઢા નક્ષત્ર ચાલે છે.
નક્ષત્રોના નામ
ફેરફાર કરોઆ પણ જુઓ
ફેરફાર કરોઅંગ્રેજી
ફેરફાર કરો- The Constellations
- નક્ષ્રત્રની તસ્વીરો નો એટલાસ
- Celestia ત્રણ પરિમાણીય અંતરીક્ષનુ ફ્રી પ્રદર્શન (OpenGL)
- Stellarium રીયલ-ટાઈમ આકાશના ભાગ દર્શાવતો પ્રોગ્રામ (OpenGL)
- નક્ષત્રની સરહદ દર્શાવતું ઓફીશીયલ ડૅટા સેન્ટર સંગ્રહિત ૨૦૦૫-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન
- આકાશના ચાર્ટ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન
- http://www.astronomical.org/constellations/obs.html સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન
- http://www.seds.org/Maps/Stars_en/Fig/const.html સંગ્રહિત ૨૦૦૫-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન
- નક્ષત્રના નામ મુજબના ચિત્ર સંગ્રહિત ૨૦૦૭-૦૧-૨૬ ના રોજ વેબેક મશિન
- Images of constellations
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |