વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી

બ્રિટિશ ભારતની એક એજન્સી

વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી (વીઆઇએસએ) બ્રિટિશ ભારતની એજન્સીઓમાંની એક હતી. બંધારણીય સુધારા પર મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ અહેવાલના અમલીકરણના ભાગરૂપે આ એજન્સીની રચના ૧૦ ઓક્ટોબર, ૧૯૨૪ના રોજ કરવામાં આવી હતી. તેની રચના પૂર્વ કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી (માત્ર કચ્છ રાજ્યને આવરી લેતી) અને પાલનપુર એજન્સીઓ હેઠળના વિસ્તારોને ભેળવીને કરવામાં આવી હતી.[]

વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી
બ્રિટીશ ભારતની વહીવટી શાખા
૧૯૨૪–૧૯૪૪

બ્રિટિશ રાજ દરમિયાન પશ્ચિમ ભારતની સ્ટેટ્સ એજન્સી અને વડોદરા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીના વિસ્તારનો નકશો
વિસ્તાર 
• 1941
16,558 km2 (6,393 sq mi)
વસ્તી 
• 1941
5220011
ઇતિહાસ 
• સ્થાપના
૧૯૨૪
૧૯૪૪
પહેલાં
પછી
કાઠિયાવાડ એજન્સી
કચ્છ એજન્સી
પાલનપુર એજન્સી
મહીકાંઠા એજન્સી
[[વડોદરા, પશ્ચિમ ભારત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી]]

૧૯૨૪ થી ૧૯૪૪ વચ્ચેના સમયખંડમાં, ૪૩૫ રજવાડાં આ એજન્સીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં, જે લગભગ વર્તમાન ગુજરાત રાજ્યને આવરી લે છે, પરંતુ આ રજવાડાઓ પૈકી માત્ર અઢાર જ રજવાડાઓનો સમાવેશ સલામી રાજ્યોમાં થતો હતો. આ એજન્સીમાં લગભગ ૧૬૩ તાલુકાઓ અને જાગીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે મોટા ભાગે નાની જાગીરો હતી, જે પૈકી કેટલાક તો શહેર કે ગામથી પણ નાના હતા.

એજન્સીઓ

ફેરફાર કરો

વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના વિભાગો :

  • પૂર્વ કાઠિયાવાડ એજન્સી (૧૯૨૬થી)
    • સાબરકાંઠા એજન્સી (૧ સપ્ટેમ્બર, ૧૯૪૩ના રોજ પૂર્વ કાઠિયાવાડ એજન્સી સાથે વિલય)
      • બનાસકાંઠા એજન્સી (પૂર્વ પાલનપુર એજન્સી) અને મહી કાંઠા એજન્સીને ભેળવીને ૧૯૩૩માં સાબરકાંઠા એજન્સીની રચના કરવામાં આવી. (દાંતા અને પાલનપુર રજવાડું રાજપૂતાના એજન્સીમાં ગયા હતા.)
  • પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી (૧૯૨૬થી)

રાજકોટ શહેર આ નવી એજન્સીનું મુખ્ય મથક બન્યું અને સી.સી. વોટસન બ્રિટિશ ઇન્ડિયાના ગવર્નર જનરલ (એજીજી)ના પ્રથમ એજન્ટ બન્યા. ક્રમશઃ ૧૯૩૩ અને ૧૯૪૩માં એજન્સીની સીમામાં બે વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. ૫ નવેમ્બર, ૧૯૪૪ના રોજ તેને વડોદરા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી સાથે ભેળવીને વડોદરા, પશ્ચિમ ભારત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીની રચના કરવામાં આવી.

૧૯૨૪માં પાલનપુર એજન્સીને પશ્ચિમ ભારતની સ્ટેટ્સ એજન્સીમાં ભેળવી દેવામાં આવી હતી અને તેને ભારત સરકારના રાજકીય નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી. ૧૯૨૫માં પાલનપુર એજન્સીનું પદ બનાસ કાંઠા એજન્સીમાં બદલવામાં આવ્યું હતું અને પાલનપુર સ્ટેટને ૧૯૩૩માં રાજપૂતાના એજન્સીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૯૩૩માં દાંતા સિવાય મહી કાંઠા એજન્સીના રાજ્યોનો પણ આ એજન્સીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.[]

૧૯૪૧માં આ એજન્સી દ્વારા ૩૯,૬૮૮ ચોરસ માઇલ (૧,૦૨,૮૦૦ ચો.કિમી) જેટલો વિસ્તાર આવરી લેવાયેલો હતો તથા તેની વસ્તી ૫૨,૨૦,૦૧૧ હતી.

મુખ્ય અધિકારીઓ

ફેરફાર કરો

ગવર્નર જનરલ (એજીજી) ના એજન્ટ, પશ્ચિમી રાજ્યો

ફેરફાર કરો
  • ૧૦ ઓક્ટોબર ૧૯૨૪ - ૧૫ જુલાઈ ૧૯૨૬ ચાર્લ્સ કનિંગહામ વોટસન (પ્રથમ વખત) (જન્મ ૧૮૭૪ - મૃત્યુ ૧૯૩૪)
  • ૧૬ જુલાઈ ૧૯૨૬ - નવેમ્બર ૧૯૨૬ એ.ડી. મેકફરસન (કાર્યકારી)
  • ૨૧ નવેમ્બર ૧૯૨૬ - ૧૭ ઓક્ટોબર ૧૯૨૭ સર ચાર્લ્સ વોટસન (બીજી વખત) (એસ.એ.)
  • ૧૮ ઓક્ટોબર ૧૯૨૭ - ૧૮ મે ૧૯૨૮ એડવર્ડ હર્બર્ટ કૅલી (પ્રથમ વખત) (જ. ૧૮૭૩ - મૃ. ૧૯..) (૨૨ એપ્રિલ, ૧૯૨૮)
  • ૧૯ મે ૧૯૨૮ - એપ્રિલ ૧૯૨૯ એચ.એસ. સ્ટ્રોંગ (કાર્યકારી)
  • ૩ એપ્રિલ ૧૯૨૯ - ૨૩ ઓક્ટોબર ૧૯૨૯ ટેરેન્સ હમ્ફ્રી કીઝ (કાર્યકારી)
  • ૨૪ ઓક્ટોબર ૧૯૨૯ - ઓગસ્ટ ૧૯૩૧ એડવર્ડ હર્બર્ટ કૅલી (બીજી વખત) (એસ.એ.)
  • ૧૫ ઓગસ્ટ ૧૯૩૧ - ઓગસ્ટ ૧૯૩૨ એ.એચ.ઈ. મોસે (કાર્યકારી)
  • ૧૭ ઓગસ્ટ ૧૯૩૨ - ૨૬ મે ૧૯૩૩ જે. કર્ટેની લૅટાઇમર (૧૬ ફેબ્રુઆરી, ૧૯૩૩ સુધી કાર્યકારી)
  • ૨૭ મે ૧૯૩૩ - ૧૩ ઓક્ટોબર ૧૯૩૩ જે.સી. ટેટ (કાર્યકારી)
  • ૧૪ ઓક્ટોબર ૧૯૩૩ - ૫ જૂન ૧૯૩૬ કર્ટેની લૅટાઇમર (પ્રથમ વખત) (બી. ૧૮૮૦ - ડી. ૧૯૪૪)
  • ૬ જૂન ૧૯૩૬ - ૧ એપ્રિલ ૧૯૩૭ જે. ડી લા હેય ગોર્ડન (કાર્યકારી)
  • ૧ નવેમ્બર ૧૯૩૬ - ૩૧ માર્ચ ૧૯૩૭ સર કર્ટેની લૅટાઇમર (બીજી વખત) (એસ.એ.)

પશ્ચિમ ભારત સ્ટેટ્સ એજન્સીના નિવાસી અધિકારીઓ

ફેરફાર કરો
  • ૧ એપ્રિલ ૧૯૩૭ - ૧૦ ઓક્ટોબર ૧૯૩૭ સર કર્ટેની લૅટાઇમર (એસ.એ.)
  • ૧૧ ઓક્ટોબર ૧૯૩૭ - ૩૧ જાન્યુઆરી ૧૯૪૧ એડમંડ ક્યુરી ગિબ્સન (પ્રથમ વખત) (જ. ૧૮૮૬ - મૃ. ૧૯..) (૧૬ મે, ૧૯૩૯ સુધી કાર્યકારી)
  • ૧ ફેબ્રુઆરી ૧૯૪૧ - ૧૪ માર્ચ ૧૯૪૧ જી.બી. વિલિયમ્સ (કાર્યકારી)
  • ૧૫ માર્ચ ૧૯૪૧ - ૩ એપ્રિલ ૧૯૪૨ એમ.સી. સિંકલેર (કાર્યકારી)
  • ૪ એપ્રિલ ૧૯૪૨ - ૧૪ એપ્રિલ ૧૯૪૨ આર.ડબલ્યુ. પાર્ક્સ (કાર્યકારી)
  • એપ્રિલ ૧૯૪૨ - નવેમ્બર ૧૯૪૨ એડમંડ ક્યુરી ગિબ્સન (બીજી વખત) (એસ.એ.)
  • ૨ નવેમ્બર ૧૯૪૨ - ૫ સપ્ટેમ્બર ૧૯૪૪ ફિલિપ ગેઇસફોર્ડ (કાર્યકારી ૩ જાન્યુઆરી ૧૯૪૪)
  • ૬ સપ્ટેમ્બર ૧૯૪૪ - ૫ નવેમ્બર ૧૯૪૪ સિરિલ પર્સી હેન્કોક[]
  1. Great Britain India Office. The Imperial Gazetteer of India. Oxford: Clarendon Press, 1908
  2. William Lee-Warner, The Native States Of India (1910)
  3. Provinces of British India