વૈતરણા નદી

મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી નદી

વૈતરણા મુંબઈની ઉત્તરે આવેલી નદી છે.[] તે ગુજરાતની સરહદ નજીકથી પાલઘર જિલ્લામાંથી વહે છે.

વૈતરણા
સાયલન્ટ હિલ રિસોર્ટથી દેખાતી વૈતરણા નદી
સ્થાન
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતત્રંબકેશ્વર, નાસિક
નદીનું મુખઅરબી સમુદ્ર
 • સ્થાન
પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર
લંબાઇ૧૫૪ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેતાન્સા
 • જમણેપિંજાલ, દેહરાજા, સુર્યા

નદીનો ઉપરી ભાગ સ્વચ્છ છે પરંતુ ઉદ્યોગો અને જન સામાન્ય વપરાશને કારણે નદીનો નીચલો ભાગ પ્રદૂષિત બન્યો છે. વૈતરણા ભારતની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાંની એક ગણાય છે.[]

તે સહ્યાદ્રિ પર્વતમાળામાંથી ત્રંબકેશ્વર નજીકથી ઉદ્ભવે છે. ગોદાવરી નદીથી તે માત્ર ૨ કિમીના અંતરેથી ઉદ્ભવે છે. વૈતરણા નદી અરબી સમુદ્રમાં વિલિન થતાના થોડા અંતર પહેલા જ તાન્સા નદીમાં ભળી જાય છે. જ્હો અને વાઢીવ ટાપુઓ તેના માર્ગમાં અને અર્નાલા ટાપુ તેના મુખપ્રદેશમાં આવેલા ટાપુઓ છે.

વૈતરણા પર આવેલા ત્રણ બંધોમાંથી મુંબઈનું પીવાનું પાણી આ નદી પૂરુ પાડે છે અને ઉત્તર-કોંકણ વિસ્તારની સૌથી મોટી નદી છે.

વૈતરણા (વીજળી) જહાજનું નામ આ નદી પરથી પડ્યું હતું.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "વૈતરણા". મૂળ માંથી 2016-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. Badri Chaterjee (4 October 2017). "Maharashtra has the most polluted rivers in India: Report". હિંદુસ્તાન ટાઇમ્સ. મુંબઈ. મેળવેલ 18 October 2017.