વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી

ગુજરાતી ભાષાના લેખક

વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી (૨૬ નવેમ્બર ૧૮૨૫ - ૧૪ નવેમ્બર ૧૮૯૨) ગુજરાતી સાહિત્યકાર હતા.[][]

વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી
જન્મ(1825-11-26)November 26, 1825
મલાતજ, સોજિત્રા તાલુકો, ગુજરાત
મૃત્યુNovember 14, 1892(1892-11-14) (ઉંમર 66)
સંબંધીઓછોટમ (મોટા ભાઇ)

તેમનો જન્મ ૨૬ નવેમ્બર ૧૮૨૫ના રોજ ગુજરાતના સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામ મલાતજમાં લીધું હતું. તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે વ્યાકરણ અને સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. તેમણે જૈન મંદિર, અમદાવાદ ખાતે સંસ્કૃત શીખવ્યું. જૈન ધાર્મિક પુસ્તકોને કારણે તેઓ પ્રાકૃત, પાલી, અપભ્રંશ, અર્ધ માગધી સાથે પરિચિત થયા હતા, જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનના પુસ્તકો લખ્યા હતા. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મ સભા સાથે કામ કર્યું અને તેમના બે જર્નલ, બુદ્ધિપ્રકાશ અને ધર્મપ્રકાશનું સંપાદન કર્યું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી.[] []

તેમણે પંદર પુસ્તકો લખ્યા હતા. ગુજરાતી ભાષાનો ઇતિહાસ (૧૮૬૬),[] ઉત્સર્ગમલા (૧૮૭૦), ગુર્જર ભાષા પ્રકાશ (૧૮૯૨) નો ગુજરાતી ભાષાના પુસ્તકોમાં સમાવેશ છે.[] [] તેમણે જે.વી.એસ. ટેલર, સાથે ગુજરાતી ભાષાના વ્યુત્પત્તિકીય શબ્દકોશ ધટુસંગ્રાહ (૧૮૭૦)નું સંકલન પણ કર્યું હતું.[] [] []

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Lal (1992). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ 3997. ISBN 978-81-260-1221-3. મેળવેલ 27 July 2016.
  2. Thomas Albert Sebeok (1972). Current Trends in Linguistics. Mouton. પૃષ્ઠ 111.
  3. ૩.૦ ૩.૧ Sujit Mukherjee (1998). A Dictionary of Indian Literature. Orient Blackswan. પૃષ્ઠ 425. ISBN 978-81-250-1453-9.
  4. Maharashtra (India) (1971). Maharashtra State Gazetteers: General Series. Directorate of Government Print., Stationery and Publications. પૃષ્ઠ 340.
  5. V. K. Narasimhan (1958). The languages of India: a kaleidoscopic survey. Our India Directories & Publications Private Ltd. પૃષ્ઠ 30.
  6. Mansukhlal Maganlal Jhaveri (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 108.
  7. Krishnalal Mohanlal Jhaveri (1956). Further milestones in Gujarāti literature. N.M. Tripathi. પૃષ્ઠ 18.