શાંતિનાથ જૈન મંદિર, કોઠારા

કોઠારા, કચ્છમાં આવેલું જૈન દેરાસર

શાંતિનાથ જૈન મંદિર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કોઠારામાં આવેલું એક જૈન મંદિર અથવા દેરાસર છે. આ મંદિર શાંતિનાથને સમર્પિત છે અને તે જૈન ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.

શાંતિનાત જૈન દેરાસર
શાંતિનાત જૈન દેરાસર
શાંતિનાત જૈન દેરાસર
ધર્મ
જોડાણજૈન ધર્મ
દેવી-દેવતાશાંતિનાથ
તહેવારોમહાવીર જયંતી, પર્યુષણ
સ્થાન
સ્થાનકોઠારા, કચ્છ જિલ્લો, ગુજરાત
શાંતિનાથ જૈન મંદિર, કોઠારા is located in ગુજરાત
શાંતિનાથ જૈન મંદિર, કોઠારા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°08′08.2″N 68°56′03.3″E / 23.135611°N 68.934250°E / 23.135611; 68.934250
સ્થાપત્ય
નિર્માણકારશાહ વેલજી માલુ, શાહ કેશવજી નાયક, શીવજી નેણશી અને ઓશવાળ વણિકો
સ્થાપના તારીખ૧૮૬૧
મંદિરો

આ મંદિર વીર સંવત ૧૯૧૮ (ઈ. સ. ૧૮૬૧)ની મહા સુદ તેરસના દિવસે બંધાવવામાં આવ્યું હતું. શાહ વેલજી માલુ, શાહ કેશવજી નાયક, શિવજી નેણસી, અને ઓશવાળ વાણિયાઓ દ્વારા £ ૪૦,૦૦૦ માં આ મંદિર બંધાવાયું હતું. અમદાવાદના જૈન મંદિરથી આ મંદિરની સ્થાપત્ય પ્રેરણા મળી છે. સાભરાઈના સલાટ નથુની દેખરેખ હેઠળ આ મંદિરનું નિર્માણ કચ્છના મિસ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું[][][] અચલગચ્છ આચાર્ય રત્નસાગરસુરી દ્વારા શાંતિનાથની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી હતી. પ્રખ્યાત કવિતા 'કેશવજી નાયક' માં આ મંદિરની તુલના પાલીતાણાના જૈન મંદિરોના મેરુપ્રભા મંદિર સાથે કરવામાં આવી હતી, જે મંદિરનું નામ 'કલ્યાણ ટૂંક' અપાયું હતું.

સ્થાપત્ય

ફેરફાર કરો
 
દિવાલો પર કોતરકામ

આ મંદિર આજુબાજુથી ઊંચા કોટ વડે ઘેરાયેલું છે જેમાં પાંચ બૂર્જ અને ૧૨ x ૬ ફૂટનો દરવાજો છે. તેને બે માળ જેટલું ઊંચુ પ્રવેશદ્વાર છે. પુજારીઓના ઉપયોગ માટે બાંધવામાં આવેલા ઇમારતોથી ઘેરાયેલા બાહ્ય પ્રાંગણની દરેક દિવાલમાં એક દેરી છે. ચતુષ્કોણની મધ્યમાં ૬ ફૂટ ઉંચો ઓટલો છે જેના પર પગથિયા દ્વારા પહોંચી શકાય છે. આ ઓટલા પર ૭૮ ફૂટ લાંબુ ૬૯ પહોળું અને ૭૩ ૧/૨ ઊંચું મંદિર છે. તેને બે માળ જેટલું ઉંચું ગુંબજ છે. રંગમંડપ બે માળ જેટલું ઊંચુ છે, અને તેની ઉપર કોતરણી કરેલ તક્તિઓ છે.[]

રંગમંડપની આસપાસ ગલીઆરા છે જે રંગીન આરસપહાણની ફરશ વડે સજાવાયેલા છે તેમાં ૨૨ થાંભાલા છે અને ૧૬ સ્તંભો છે, અને આઠ થાંભલાઓ પર કમાનો અને તોરણ વડે સસુજ્જિત ગુંબજ છે. મુખ્યત્વે ૨૦ સ્તંભોથી બનેલી દિવાલમાં ફૂલો, પાંદડાઓ અને લતાની રચનાઓ છે. મુખ્ય મંદિરમાં ૭ નાની મૂર્તિઓથી કોતરેલી પૃષ્ઠ ભૂમિ ઉપર પદ્માસન મુદ્રામાં શાંતિનાથની આરસની મૂર્તિ છે જે નાજુક કોતરણી ધરાવતા સિંહાસન પર વિરાજમાન છે. તેમના માથા પર સુવર્ણ મુગટ છે મંડપની દક્ષિણ-પશ્ચિમ છેડેથી પથ્થરના પગથિયા દ્વારા ઊપલા સ્તર પર પહોંચી શકાય છે જ્યાં એક બરામદો છે જેમાં વધુ એક દેરી છે, તે દરેકમાં તીર્થંકરની બેઠેલી મુદ્રામાં આરસની મોટી મૂર્તિઓ છે. આ મંદિરના મૂળનાયક શાંતિનાથની પદ્મસન મુદ્રામાં સફેદ રંગની મૂર્તિ ૯૦ સે. મી ઊંચી છે.[] મંડપની નીચે એક ભૂગર્ભસ્થળ છે, જેમાં આંખો, છાતી અને બાજુઓ પર કિંમતી પથ્થરોવાળી જડેલી આશરે પચ્ચીસ મોટી સફેદ આરસની મૂર્તિઓ છે. ભૂગર્ભસ્થળ ઉપરાંત મુશ્કેલીના સમય માટે તૈયાર કરવામાં આવેલા ભોંયરા પણ આ મંદિરમાં છે.[]

  1. Nanji Bapa ni Nondh-pothi (1999) by Dharsibhai Jethalal Tank - Vadodara ( Book given Kutch Shakti award in 2000 at Bombay )
  2. Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory : by Raja Pawan Jethwa, Calcutta. (2007) Calcutta.pp 28.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. પૃષ્ઠ 231–232.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2021-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-28.