શિવદાસ ઘોષ

ભારતીય સામ્યવાદી રાજકારણી

શિવદાસ ઘોષ (૫ ઓગસ્ટ ૧૯૨૩ – ૫ ઓગસ્ટ ૧૯૭૬) એક ભારતીય સામ્યવાદી રાજકારણી હતા. તેઓ ઘણા દાયકાઓ સુધી ભારતમાં સામ્યવાદી ચળવળમાં સામેલ હતા. તેઓ સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (સામ્યવાદી)ના સ્થાપક મહામંત્રી પણ હતા.[]

શિવદાસ ઘોષ
સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ)ના જનરલ સેક્રેટરી
પદ પર
૧૯૪૮–૧૯૭૬
અનુગામીનિહાર મુખરજી
અંગત વિગતો
જન્મ5 August 1923
ઢાકા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ5 August 1976(1976-08-05) (ઉંમર 53)
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
રાજકીય પક્ષસોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા
નિવાસસ્થાનકોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત

ઘોષનો જન્મ બ્રિટિશ ભારતના ઢાકા જિલ્લામાં એક નિમ્ન-મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. ૧૩ વર્ષની ઉંમરે પોતાના ગામની શાળામાંથી ૧૦મું ધોરણ પાસ કરીને તેઓ ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લેવા માટે અનુશીલન સમિતિમાં જોડાયા હતા. તેઓ ખૂબ જ નાની ઉંમરે જ માનવેન્દ્રનાથ રોયની વિચારધારાઓ તરફ આકર્ષાયા હતા. ૧૯૪૨માં તેઓ ભારત છોડો આંદોલનમાં જોડાયા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમણે માર્ક્સવાદ-લેનિનવાદનો ઊંડો અભ્યાસ કર્યો. બાદમાં નિહાર મુખરજી જેવા કેટલાક સાથીદારો સાથે મળીને તેમણે ૧૯૪૮માં સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ), એસયુસીઆઈ(સી)નું આયોજન કર્યું હતું. ૧૯૭૬માં તેમના ૫૩મા જન્મદિવસ પર તેમનું અવસાન થયું હતું.