શિવસાગર
શિવસાગર (હિન્દી:शिवसागर; આસામી: শিৱসাগৰ) ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના શિવસાગર જિલ્લામાં આવેલું એક નગર છે. શિવસાગરમાં શિવસાગર જિલ્લાનું મુખ્યાલય છે. શિવસાગર આસામના મુખ્ય શહેર ગૌહત્તીની ઉત્તર પૂર્વ દિશામાં ૩૬૦ કિલોમીટર ((૨૨૪ માઇલ) જેટલા અંતરે આવેલ છે. આસામમાં શિવસાગર સાંસ્કૃતિક વારસો ધરાવતું શહેર છે, કારણ કે અહીં પૂર્વેના અહોમ રાષ્ટ્રના ઘણાં સ્મારક સ્થિત છે. આ શહેર બ્રહ્મપુત્રા નદીની સહાયક એવી દિખુ નદીના કિનારે વસેલું છે. જોરહટ થી ૫૦ કિલોમીટર જેટલા અંતરે પૂર્વ-પૂર્વોત્તર દિશામાં છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |