શિવ મંદિર, અંબરનાથ
અંબરનાથનું શિવ મંદિર એ અગીયારમી સદીનું પ્રાચીન, ઐતિહાસિક હિંદુ મંદિર છે, જે હજુ પણ વપરાશમાં છે. આ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ નજીક આવેલ થાણા જિલ્લાના અંબરનાથ ખાતે આવેલ છે. આ મંદિર અંબરેશ્વર તરીકે પણ ઓળખાય છે અને સ્થાનિક લોકોમાં આ પુરાતન શિવાલય તરીકે ઓળખાય છે. આ મંદિર વાઢવણ (વાલધુની) નદીના કિનારે, અંબરનાથ રેલ્વે સ્ટેશનથી પૂર્વમાં ૨ (બે) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિર ઈ. સ. ૧૦૬૦માં[૧] હેમાડપંતી વાસ્તુ-શૈલીમાં, સુંદર કોતરણીવાળા પથ્થર વડે શિલાહર રાજા ચિત્તરાજા દ્વારા બનાવવામાં આવેલ છે. કદાચ આ મંદિર ફરી તેમના પુત્ર મુમ્મુણી દ્વારા બનાવવામાં આવેલ પણ હોઈ શકે છે.[૨] યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ સાંસ્કૃતિક સ્થાપ્ત્ય (આર્ટિસ્ટિક આર્કિટેક્ચર)ની યાદીમાં અંબરનાથના આ પ્રાચીન શિવમંદિરનો સમાવેશ થયેલ છે[૩].
સામાન્યપણે આ મંદિરનું ગર્ભગૃહ જમીનથી નીચે આવેલ છે, જ્યાં ૨૦ પગથિયાં જેટલું ઊતરીને પહોંચી શકાય છે અને તેની ઉપરનું શિખર આકાશ તરફ ખુલ્લું અને મંડપ કરતાં થોડું વધારે ઊંચાઈવાળું છે. દેખીતી રીતે ખ્યાલ આવે છે કે ક્યારેય શિખરનું નિર્માણ પૂર્ણ થયું નથી. આ ભુમિજા પ્રકારનું શિખર જો પૂર્ણ કરવામાં આવ્યું હોત તો ઉદયપુર, મધ્ય પ્રદેશ ખાતે આવેલ ઉદયેશ્વર મંદિર (શરૂઆત ઈ. સ. ૧૦૫૯),[૪] અને નાસિક જિલ્લાના સિન્નર ખાતે આવેલ ગોંડેશ્વર મંદિરને મહદંશે મળતું આવતું હોત.[૫] જેટલું બાંધકામ થયેલ છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે બાંધકામ ઉપરનું શિખર ગવક્ષ-મધુકોશીય આકાર પર ચાર ખૂણીય વળાંકમય આકારમાં સંપૂર્ણ ઊંચાઈ સુધી અવિરતપણે આવરી લેવાયું હોત, અને તેના દરેક સોપાન વચ્ચે દરેક આધાર પર પાંચ શિલાઓની પંક્તિઓ હોત, જેના કારણે શિખરના કદમાં ઘટાડો થાય છે.[૬]
મંડપના ભાગમાં ત્રણ તરફ દરવાજાઓ છે. અહીં બાહ્ય ભાગના કોતરકામને ઘણું નુકસાન પહોંચ્યુ છે, પરંતુ કેટલાક નારી અને દિવ્ય શિલ્પો સાબૂત રહેલ છે.[૭]
દંતકથા
ફેરફાર કરોએક દંતકથા પ્રમાણે જાણવા મળે છે કે આ મંદિર પાંચ પાંડવો દ્વારા માત્ર એક રાતમાં એક વિશાળ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે મહાભારત ગ્રંથમાંના પ્રસિદ્ધ પાંડવ ભાઈઓએ તેમના ગુપ્તવાસના સમયગાળા એક રાત્રે આશ્રય લીધો હતો. તેઓ આ માળખાંને પૂર્ણ કરી ન શક્યા હતા, જ્યાં આજે પણ મંદિરના મુખ્ય વિભાગ (ગર્ભગૃહ)ની છત જોવા મળતી નથી. એમ પણ કહેવાય છે કે એક કિલોમીટર લાંબો ભોંયરા માર્ગ મંદિર જતો છે, જે હવે સંતાઈ ગયો છે[૮].
મુલાકાત
ફેરફાર કરોઆ મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે ઘણી ભીડ ઉભરાય છે. અંબરનાથની પૂર્વ દિશા તરફના વિસ્તારને યાત્રાળુઓના ભારે ધસારાને કારણે વાહનો માટે અવરોધિત કરવામાં આવે છે અને અન્ય માર્ગ તરફ વાળવામાં આવે છે. આ મંદિર ફરીથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આવતા શ્રદ્ધાળુઓથી ઉભરાય છે[૯].
ફોટો ગેલેરી
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ Harle, 232
- ↑ "Ambreshwar Shiva Temple, Shiva Temple". www.templeadvisor.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-03.
- ↑ "Ambarnath Shiv Temple". thane.nic.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૮-૦૫-૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Harle, 232
- ↑ Michell, 346
- ↑ Harle, 2321-232
- ↑ Michell, 346
- ↑ "What is the history of Shiv Mandir Temple at Ambernath, Maharashtra? - Quora". www.quora.com (અંગ્રેજીમાં). મેળવેલ 2017-08-03.
- ↑ "अंबरनाथचे प्राचीन शिवमंदिर झाले ९५५ वर्षाचे!". prahaar.in (મરાઠીમાં). મેળવેલ ૧૭-૦૫-૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]
- Harle, J.C., The Art and Architecture of the Indian Subcontinent, 2nd edn. ૧૯૯૪, Yale University Press Pelican History of Art, ISBN 0300062176
- Michell, George, The Penguin Guide to the Monuments of India, Volume 1: Buddhist, Jain, Hindu, ૧૯૮૯, Penguin Books, ISBN 0140081445
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સન ન્યૂઝ ફિચર, તરફથી ટાંકવામાં આવેલ સંપૂર્ણ વર્ણન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા