શીતળા માતા મંદિર, બુટાપાલડી

શીતળા માતાનું મંદિર એ આશરે ૧૨મી સદીનું શીતળા માતાનું હિંદુ મંદિર છે જે ગુજરાત, ભારતના મહેસાણા જિલ્લાના બુટાપાલડી ગામમાં આવેલું છે.

શીતળા માતા મંદિર
અગ્નિ ખૂણેથી મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશીતળા અથવા બ્રહ્માણી
સ્થાન
સ્થાનબુટાપાલડી, મહેસાણા જિલ્લો
રાજ્યગુજરાત
દેશભારત
શીતળા માતા મંદિર, બુટાપાલડી is located in ગુજરાત
શીતળા માતા મંદિર, બુટાપાલડી
Location in Gujarat
અક્ષાંશ-રેખાંશ23°40′10″N 72°21′24″E / 23.6694°N 72.3567°E / 23.6694; 72.3567Coordinates: 23°40′10″N 72°21′24″E / 23.6694°N 72.3567°E / 23.6694; 72.3567
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમારુ-ગુર્જર વાસ્તુશૈલી
પૂર્ણ તારીખઆશરે ૧૨મી સદી
મંદિરોએક

સ્થાપત્ય

ફેરફાર કરો

પૂર્વાભિમુખ શીતળા માતાનું મંદિર લગભગ ૧૨મી સદીમાં બાંધવામાં આવ્યું હતું.[] તેના ત્રણ ભાગ છે: મંડપ, અંતરાલ અને ગર્ભગૃહ. તેના પાયા પર કીર્તિમુખ, હાથી, મનુષ્યો અને દેવી-દેવતાઓની કોતરણી છે. ગર્ભગૃહના દરવાજાની બારશાખમાં ટોચના ભાગમાં પાંચ ગોખમાં વિષ્ણુની અને બાજુના ભાગમાં લક્ષ્મીની છબીઓ છે. ગર્ભગૃહની બહારની દિવાલો પર દક્ષિણ ગોખમાં પાર્વતીની અને ઉત્તર અને પશ્ચિમ ગોખમાં મહિષાસુરમર્દિંનીની મૂર્તિઓ છે.[] વેદિકા, કક્ષાસન (બેઠક), નાના સ્તંભો અને મંડપની છત સુંદર કોતરણીથી શણગારેલી છે.[] ગર્ભગૃહમાં મૂળ મૂર્તિના સ્થાને જે પ્રતિમા છે તેને સ્થાનિકો બ્રહ્માણી અથવા શીતળા માતા તરીકે પૂજે છે.[][]

તે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-286) છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gujarat State Gazetteers: Mehsana District. Directorate of Government Print., Stationery and Publications. 1975. પૃષ્ઠ 84.
  2. ૨.૦ ૨.૧ "Information Board at the Shitala Mata Temple, Butapaldi". Department of Archaeology, Government of Gujarat.
  3. "પુરાતત્વ ખાતાના રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી" [List of State Protected Monuments of Archaeology Department] (PDF). Sports, Youth and Cultural Activities Department, Government of Gujarat. મૂળ (PDF) માંથી 2017-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-27.