શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ
શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ ગુજરાત રાજ્યના જુનાગઢ સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણે પોતે બનાવવાનો આદેશ આપ્યો હતો.[૧] [૨]
સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ | |
---|---|
સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | જુનાગઢ |
દેવી-દેવતા | સ્વામિનારાયણ, રણછોડરાય અને ત્રિક્રમરાય |
સ્થાન | |
સ્થાન | જુનાગઢ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
સ્થાપત્ય | |
નિર્માણકાર | સ્વામિનારાયણ |
પૂર્ણ તારીખ | ૧ મે, ૧૮૨૮ |
વેબસાઈટ | |
swaminarayanmandirjunagadh.com |
ઇતિહાસ
ફેરફાર કરોમંદિર જુનાગઢ શહેરની મધ્યમાં સ્થિત છે.[૩] મંદિર માટેની જમીન રાજા હેમંતસિંહે (જીણાભાઇ, પંચલાના દરબાર) ભેટ આપી હતી, અને તેમની યાદો અહીં જાળવી રાખવામાં આવી છે.[૪]
૧૦ મે, ૧૮૨૬ ના રોજ ગોપાલાનંદ સ્વામી અને અન્ય વરિષ્ઠ પરમહંસની હાજરીમાં ગુણાતીતાનંદ સ્વામીના હસ્તે મંદિરનો પાયો નાખ્યો હતો.[૫]
આ મંદિરના નિર્માણની દેખરેખ બ્રહ્માનંદ સ્વામીએ કરી હતી.
પ્રાણપ્રતિષ્ઠા અથવા દેવતાઓની સ્થાપનાના શુભ પ્રસંગો સાથેના ઉત્સવો પુરા બે દિવસ ચાલ્યા હતા.
૧ મે, ૧૮૨૮ના રોજ સ્વામિનારાયણે પોતે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા.[૧] પૂર્વીય ચોકીમાં, તેમણે રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી અને પશ્ચિમી બાજુએ તેમણે સિદ્ધેશ્વર મહાદેવ, પાર્વતી, ગણેશ અને નંદીશ્વરને સ્થાપિત કર્યા. મોગલ સુબા બહાદુર ખાને આ પ્રસંગે સ્થળની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણે મુઘલ સામ્રાજ્ય પ્રાંતના વડાને આશીર્વાદ આપ્યા અને મંદિર માટેની જમીનની ભેટ માટે રાજા હેમંતસિંહને પણ સન્માનિત કર્યા.
સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને પ્રથમ મહંત (ધાર્મિક અને વહીવટી વડા) તરીકે નિયુક્ત કર્યા, જેમણે ૪૦ વર્ષથી વધુ સમય સુધી આ ભૂમિકામાં સેવા આપી.[૬][૭]
સ્વામિનારાયણ મંદિરનો પરિઘ ૨૭૮ ફૂટ છે. અહીં મંદિરને પાંચ શિખરો અને ઘણા શિલ્પો છે.
છબીઓ
ફેરફાર કરો-
સ્વામિનારાયણના ચરણવિંદની છત્રી
-
મંદિરમાં હરિ કૃષ્ણ સાથે રાધા રમણ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Life and Faith of Swaminarayan: Junagadh". મૂળ માંથી 2008-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-24. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "swaminarayan-oldham.org" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ Williams 2001
- ↑ Manohar Sajnani (2006). Encyclopaedia of Tourism Resources in India. Kalpaz Publications. પૃષ્ઠ 110. ISBN 81-7835-014-9.
- ↑ "Swaminarayan Mandir Junagadh".
- ↑ Ishwarcharandas, Sadhu (2007). Aksharbrahma Gunatitanand Swami. Ahmedabad: Swaminarayan Aksharpith. પૃષ્ઠ 46–47. ISBN 978-81-7526-302-4.
- ↑ Williams, Raymond (2001). An Introduction To Swaminarayan Hinduism. United Kingdom: Cambridge University Press. પૃષ્ઠ 38. ISBN 0-521-65422X.
- ↑ Ishwarcharandas, Sadhu (2007). Aksharbrahma Gunatitanand Swami. Ahmedabad: Swaminarayan Aksharpith. પૃષ્ઠ 94. ISBN 978-81-7526-302-4.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- શ્રી સ્વામિનારાયણ મંદિરો - શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન