ગણેશ

વિઘ્નો ના નાશક, પ્રથમ પૂજનીય હિંદૂ દેવતા

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે.

ધર્મહિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ Edit this on Wikidata
વાહનઘર ઉંદર Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસિદ્ધી, રિદ્ધી Edit this on Wikidata
માતા-પિતા
સહોદરકાર્તિકેય Edit this on Wikidata

ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.

ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી, દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની, શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી, સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતી જ છે.

૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

ચિત્ર ગેલેરી

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો