સતી લોયણ

એ મહાપંથના એક સંત-કવયિત્રી હતા

સતી લોયણ એ મહાપંથના એક સંત-કવયિત્રી હતા.[૧][૨] તેમણે આટકોટ ના રાજવી લાખા અને રાણીને ઉદ્દેશીને ૮૪ ભજનો લખ્યા છે.[૨] ત્યાર બાદ લોયણના ગુરુ શેલર્ષિની કૃપાથી પશ્ચાત્તાપ કરતા તેનો રોગ નિવારણ થયો.[૧]

સતી લોયણ
જન્મકીડી, બાબરા તાલુકો, અમરેલી જિલ્લો, ગુજરાત, ભારત
વ્યવસાયકવિયત્રી, સતી
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાબ્રિટિશ રાજ , ભારત

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામે લુહાર પરિવારમાં વીરાભગતને ઘેર થયો હતો.[૧] એક અન્ય નોંધ પ્ર્માણે તેમનો જન્મ આટકોટના ધનજીભગત પીઠવા અને રૂડીમાને ઘેર શ્રવણ વદ ૮, સંવત ૧૪૪૮ના દિવસે સતી લોયણનો જન્મ થયો હતો.[૩]

તેઓ શેલર્ષિ-શેલણશી-શીલદાસ-સાંઈ શેલાણીનાં શિષ્યા હતા. એવી દંત કથા પ્રચલિત છે કે આટકોટનો સ્વાભાવે લંપટ અને વિલાસી રાજવી લાખો, લોયણના સ્વરૂપ પાછળ અંધ બન્યો હતો. એક વખત સતી નહાવા ગયા હતા ત્યારે તેને સ્પર્શ કરવા જતાં લાખાને કોઢ થયો.[૨]

રચનાઓ ફેરફાર કરો

લોયણે પોતાના રૂપમાં અંધ બનેલા રાજવી લાખા અને તેની રાણીને ઉદેશીને ૮૪ જેટલાં ભજનો રચ્યાં હતાં. ઊંચી કોટિનું તત્વજ્ઞાન અને મહાપંથના સાધના સિદ્ધાંતો એ તેમના ભજનોનો મુખ્ય વિષય રહ્યો છે તેમના ભજનોમાં ઉત્તરોત્તર રીતે ક્રમશઃ સાધનાનું માર્ગદર્શન આપે છે. તેમના ભજનો ક્રમસર નિજિયા પંથની ઓળખ‚ ગુરુ અને ગુરુગમ‚ શિષ્યના લાયાકાત, મનની શુધ્ધિ‚ યોગની બાર ક્રિયાઓ, રહેણી અને કરણી‚ સહજ સાધના‚ બ્રહ્માંડનું અને બ્રહ્મનું રહસ્ય‚ વૃત્તિ‚ રસ‚ સત્સંગ‚ દેહ‚ માયા‚ જ્ઞાન અને ભક્તિ દ્વારા પરમતત્વની પ્રાપ્તિ - એમ વિવિધ વિષય ઉપદેશ આપે છે. તત્વ‚ સાધના‚ પરિચય અને પ્રેમ પ્રાપ્તિ એ રીતે તેમણે રહસ્યવાણી આલેખી છે. પ્રત્યક્ષ કથન શૈલીમાં‚ સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Introduction of Gujarati Saint Poet | આનંદ આશ્રમ" (અંગ્રેજીમાં). 2010-11-10. મેળવેલ 2021-01-29.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Mulchandani, Sandhya (2019-07-20). For the Love of God: Women Poet Saints of the Bhakti Movement (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. ISBN 978-93-5305-581-3.
  3. "મહાસતી લોયણ". Share in India (અંગ્રેજીમાં). 2017-12-03. મેળવેલ 2021-01-29.