આટકોટ (તા. જસદણ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

આટકોટ (તા. જસદણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. આટકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, ફાર્મસી કોલેજ, છાત્રાલય જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં અંબા માતાજીનું મંદીર આવેલ છે.

આટકોટ
—  ગામ  —

આટકોટનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′22″N 71°12′32″E / 22.039382°N 71.208869°E / 22.039382; 71.208869
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો જસદણ
વસ્તી ૧૦,૦૭૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ભૂગોળફેરફાર કરો

આટકોટ રાજકોટથી ૩૦ માઇલના અંતરે દક્ષિણ-પૂર્વમાં ભાદર નદીના કિનારે વસેલું છે.[૨] આટકોટ ગામ રાજકોટ અને ભાવનગર વચ્ચેનું રોડ ટર્મિનલ છે.

ઇતિહાસફેરફાર કરો

આટકોટ લોકલ વાયકા મુજબ લાખા ફૂલાણી દ્વારા સ્થપાયું હોવાનું મનાય છે, જે અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા મૂળરાજ સાથેના યુદ્ધમાં આટકોટ નજીક શહીદ થયો હતો. લાખાનો પાળિયો અથવા સ્મારક અહીં હાજર છે. લાખો વાગડ રજવાડાંમાં કેરાકોટના રાજા ફૂલનો પુત્ર હતો અને તેનો જન્મ તેના પિતા જ્યારે મૂળરાજ સાથે યુદ્ધમાં હતો ત્યારે થયો હોવાનું મનાય છે. જ્યારે લાખો આટકોટમાં જન્મ્યો ત્યારે તેના પિતાએ પાટણ સુધી પહોંચીને કેટલીક દુકાનો સુદ્ધાં લૂંટી હતી.[૨]

જે દી લાખો જનમીયા ધ્રાપત કંધરા; તે દી પિરાણા પાટણજા કોટા લોટો કરા.

જ્યારે લાખો મોટો થયો ત્યારે તે અત્યંત બહાદુર હતો અને તેના પિતાને તેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ લાગ્યું અને જ્યારે તેના પિતાએ તેની વર્તણૂક વિશે વાત કરી ત્યારે લાખો કચ્છનું રણ ઓળંગીને કાઠિયાવાડમાં આવ્યો અને ત્યાં થાનની બાજુમાં થોડો સમય રહીને લખામાચી ગામની સ્થાપના કરી. અહીં તે એકાદ-બે વર્ષ રહ્યો અને આ સમય દરમિયાન તેણે જુનાગઢના રાય ગ્રહરી સિંહ સાથે મિત્રતા કેળવા અને તેને આટકોટ વસાવવા નિયંત્રણ આપ્યું. લાખાએ ત્યારબાદ ત્યાં નિવાસ કર્યો. આટકોટને આઠ પરાં હોવાથી તેનું નામ આટકોટ પડ્યું. લાખા ફૂલાણીએ પૂર્વના કોઇ પ્રદેશમાંથી (જ્યાં તે યુદ્ધ કરવા ગયો હતો) બાજરી ધાન્ય કાઠિયાવાડમાં લાવ્યું હોવાનું મનાય છે. એ પ્રદેશમાં બાજરીને ખરધાન કહેવાતું હતું. આ વિશે એક ચારણ કવિતા છે:[૨]

બલિહારી તારી બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખો આવિયો, બુઢ્ઢા થયા જવાન.

લાખાને જાણીતી ગાયિકા ડાયી ડુમરી સાથે પ્રેમ હતો, આ વિશે ઘણી લોકમાન્યતાઓ છે. તેણી નદીની સામેની બાજુ ઘરમાં રહેતી હોવાનું કહેવાય છે. આ જગ્યા અત્યારે દાયી ડુમરીની ધાર કહેવાય છે. લાખાની ગુજરાતની ચડાઇઓએ મૂળરાજ સોલંકીને ગુસ્સો આવ્યો જેને જુનાગઢના ચુડાસમા રાજા ગ્રહરી સિંહ સાથે વેર હતું. પરંતુ તેઓ પાક્કા મિત્રો અને અત્યંત શક્તિશાળી હોવાથી મૂળરાજ તેમના પર આક્રમણ કરતાં ખચકાતો હતો. ત્યારબાદ અંતે લાખાનો ભાણિયો રાખાયત તેનાથી અલગ થઇને મૂળરાજ પાસે ગયો અને આટકોટમાં આક્રમણમાં મદદ કરવાની સંમતિ આપી. મૂળરાજે આનો સ્વિકાર કર્યો અને વિશાળ યુદ્ધ થયું અને લાખાનો વધ થયો.

લાખાને હણી નાખવાનું શ્રેય ઘણાં મૂળરાજને તો ઘણાં રાખાયતને આપે છે. પણ લોકમાન્યતા મુજબ પાબજી રાઠોડને પુરસ્કાર મળ્યો પણ લાખો હકીકતમાં ધાબલ સોલંકીના હાથમાં માર્યો ગયો હતો. એટલે આ ચારણ કવિતા કહે છે:[૨]

ધાબલે લાખો મારિયો, પાબલ પસાયો; માધુન્લાયે પારખો, ગાંડો ગુજ્જર રાયો.

આટકોટ ત્યાર બાદ ઉજ્જડ બન્યું પણ પછીથી આહિરો દ્વારા ફરી વસાવાયું. પછી તે ખેરડી રજવાડાંના ખુમાણોના હાથમાં ગયું અને પછી સોરઠના મુસ્લિમોનું મુખ્ય ગામ બન્યું. મુસ્લિમ સત્તાનો અસ્ત થતાં તે લાખાણી ખાચરો દ્વારા જીતી લેવાયું અને તેમના હાથમાંથી તે નવાનગર રજવાડાંના જામ હેઠળ અઢારમી સદીના પાછલા ભાગમાં આવ્યું. આટકોટ કિલ્લેબંધ હતું, પણ તેનું બાંધકામ અધુરું છોડી મૂકવામાં આવ્યું. તે જસદણ રજવાડાના કાઠીઓથી જામ દ્વારા જીતી લેવાયું હતું.[૨]

સંદર્ભફેરફાર કરો

  1. "Atkot Village Population, Caste - Jasdan Rajkot, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2019-01-15. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૦-૩૭૨. Check date values in: |year= (મદદ)

  આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૦-૩૭૨. Check date values in: |year= (મદદ) પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે.

જસદણ તાલુકાના ગામો અને તાલુકાનું ભૌગોલીક સ્થાન