61.17.27.167
61.17.27.167 (ભાઈશ્રી/બહેનશ્રી), જય માતાજી...સીતારામ...
વિકિપીડીયા એ અત્યાર સુધીતો કોઈનાં બાપની જાગીર હતી નહીં અને છે પણ નહીં. અને જો તમારે જાગીર બનાવવી હોય તો કહો ? જેથી આપણે આગળ ચર્ચા કરીએ. તમોએ ધવલભાઈને સંદેશમાં લખ્યુ છે કે, વિકિપીડીયા એ માત્ર આપની જાગીર નથી, જે રીતે આપના દ્વ્રારા મનસ્વીપણું બતાવવામાં આવે છે એ ખરેખર ધિકારને પાત્ર છે. આવા શબ્દો આપણે કોના માટે વાપરી શકીએ તે તમોને ખ્યાલ છે ? વિકિપીડીયા માં ધવલભાઈ પ્રબંધક છે, જેથી તેઓની ફરજ બને છે કે વિકિપીડિયાની નીતિ વિરુધ્ધ કોઈપણ લખાણ દુર કરવું. આ ઉપરાંત તેઓ કોઈપણ સભ્યનાં યોગદાનને તરત જ દુર નથી કરતા પરંતુ યોગદાન કરેલ સભ્ય સાથે તે બાબતે ચર્ચા કરે છે, જે તમારી સાથે પણ એક કરતા વધારે વાર ચર્ચા કરેલ છે. તમે તો વેબદુનિયા સાથે જોડાયેલ છો, એટલે તમોને તો પ્રકાશનાધિકાર નાં નિયમોની સારી રીતે માહિતી હશે જ, તો શા માટે આ બધું ? તમારા સભ્યપદ પર અત્યારે પ્રતિબંધ છે જેથી તમે વગર પ્રવેશે ડાયરેકટ જ ધવલભાઈ સાથે ચર્ચા કરીને અડચણ ઊભી કરો છો. શું તમે એવુ માનો છો કે આવુ તોછડુ વર્તન કરીને વિકિને તમારી જાગીર બનાવી શકશો ?
તમોને ખાસ જણાવવાનું કે આપણે ગુજરાતી છીએ, આપણા સંસ્કારોની દુનિયા આખી કદર કરે છે. અને તમે વિદેશમાં વસતા આપણા જ એક ગુજરાતી ભાઈની સાથે આવા શબ્દો વાપરો તે યોગ્ય ન કહેવાય. બાકી તમને બીજો કાંઈ દુ:ખાવો હોય તો તે કહોને, એટલે તેનું નિરાકરણ કરીએ. તમારી પોતાની વેબસાઈટોની જાહેરાત કરવા કરતા, વિકિમાં માહિતીસભર અને સુંદર લેખો લખો તો અમને પણ આનંદ થશે. અને તમારો થોડો વધારે પરિચય આપો જેથી તમારી સાથે વધારે ચર્ચા કરી શકીએ. જય માતાજી...આભાર....--જીતેન્દ્રસિંહ ૦૫:૧૬, ૭ જૂન ૨૦૦૯ (UTC)
- મિત્ર, આપ કોના પ્રત્યે કેટલો ધિકાર ધરાવો છો અને પોતાના વર્તનમાં કેટલા પાર દર્શક છો તે તો તમે અત્યાર સુધી કરેલા વાંધાજનક ફેરફારો અને મને લખેલા નનામિ સંદેશા પરથી જણાઈ આવે છે. મેં કરેલા મનસ્વિ ફેરફારો વિષે જણાવો તો ખરા કે મારા કયા ફેરફારો મનસ્વિ છે? શું અનય્ વેબસાઈટની જાહેરાત ના કરવા દેવી તે મનસ્વિપણુ છે? જો તમે તેમ માનતા હોવતો, મને મનસ્વિ હોવા માટે ગર્વ છે અને એમ કરવાથી જો વિકિપીડિયા મારી જાગીર બની જતી હોય તો ભલે. તમારા એક સિવાય અન્ય સભ્યો અહીં નિયમિત યોગદાન કરે છે, તેમને ક્યારેય વાંધો નથી આવ્યો તો પછી ઉપર જીતેન્દ્રસિંહે પુછ્યું છે તેમ, તમને ક્યાં પેટમાં દુખે છે તે કહો તો તેનું નિરાકરણ લાવી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૨, ૮ જૂન ૨૦૦૯ (UTC)
આ ચર્ચા પૃષ્ઠ પર આપનું સ્વાગત છે
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. Use this page to start a discussion about the edits made from this IP address. What you say here will be public for others to see. Many IP addresses change periodically, and are often shared by several people.
આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.
આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.
આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.
જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.