પુષ્કર પ્રભાશંકર ચંદરવાકર (જ. ૧૬ ફેબ્રુઆરી ૧૯૨૧, ચંદરવા, જિ. અમદાવાદ; અ. ૧૬ ઑગસ્ટ ૧૯૯૫, અમદાવાદ) એ એક ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક છે. ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ ક્ષેત્રે ચંદરવાકરનું પ્રદાન ઉલ્લેખનીય માનવામાં આવે છે. તેઓ ર. ર. ર., પુષ્પજન્ય, સુધીર ઘોષ તખલ્લુસો હેઠળ પોતાનું સાહિત્ય લખતા. તેમને ૧૯૪૫માં સાહિત્ય ક્ષેત્રે તેમના કાર્ય બદ્દલ કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

પુષ્કર ચંદરવાકર
જન્મપુષ્કર પ્રભાશંકર ચંદરવાકર
(1921-02-16)February 16, 1921
ચંદરવા, ગુજરાત
મૃત્યુAugust 16, 1995(1995-08-16) (ઉંમર 74)
અમદાવાદ, ગુજરાત
ઉપનામર. ર. ર. , પુષ્પજન્ય , સુધીર ઘોષ
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદના ચંદરવામાં થયો હતો, તેમના ગામના નામને અટક તરીકે ધારણ કરી તેઓ ચંદરવાકર બન્યા હતા.[૧] તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં લીધું હતું. ૧૯૩૯માં તેઓ મૅટ્રિક થયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે તેઓ ૧૯૪૪માં બી.એ. અને ત્યાર બાદ ૧૯૪૬માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક ભવનમાંથી એમ.એ. થયા. અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજમાં ૧૯૪૭થી અને બી. ડી. આર્ટ્સ કૉલેજમાં ૧૯૫૬થી તેઓ અધ્યાપનકાર્ય કરતા હતા. ૧૯૬૦થી તેમણે સૌરાષ્ટ્રની વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું અને ૧૯૬૯થી ૧૯૭૬ સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસંસ્કૃતિ અને ચારણી સાહિત્ય વિભાગમાં રીડર રહ્યા. ત્યારબાદ તેમણે તેમના વતન ચંદરવામાં લોકાયતન સંસ્થામાં પ્રાધ્યાપક અને માનદ્ નિયામક તરીકે કાર્ય કર્યું. ૧૬ ઑગસ્ટ ૧૯૯૫ ના દિવસે અમદાવાદમાં તેમનું અવસાન થયું.[૨][૧]

સાહિત્ય ફેરફાર કરો

તેઓ ર. ર. ર., પુષ્પજન્ય, સુધીર ઘોષ જેવા ઉપનામ હેઠળ પોતાનું સાહિત્ય લખતા. ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ ક્ષેત્રે ચંદરવાકરનું પ્રદાન ઉલ્લેખનીય માનવામાં આવે છે. [૩] તેમને ૧૯૪૫માં સાહિત્ય ક્ષેત્રે તેમના કાર્ય બદ્દલ કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. [૨]

નવલકથા ફેરફાર કરો

તેઓ વાસ્તવદર્શી પ્રાદેશિક નવલકથાકાર છે. તેમની લોકપ્રિય નવલકથાઓમાં પઢાર, કોળી જેવી જાતિઓના રીતરિવાજ અને વટવહેવારનું પ્રભાવક નિરૂપણ છે.[૨] તેમણે ૧૫થી વધુ નવલકથાઓ લખી છે જે પૈકી કેટલીક નીચે પ્રમાણે છે:

વાર્તા સંગ્રહ ફેરફાર કરો

તેમની મોટા ભાગની વાર્તાઓ પ્રાદેશિક વાતાવરણ પર અવલંબિત છે.[૨]

  • બાંધણી (૧૯૫૫)
  • અંતરદીપ (૧૯૫૬)
  • શુકનવંતી (૧૯૫૬) એમના વાર્તાસંગ્રહો છે.

એકાંકી સંગ્રહો ફેરફાર કરો

તેમની નવલકથાઓની જેમ એકાંકીઓ પણ ભાલ અને નળકાંઠાના ગ્રામપ્રદેશના લોકોના જીવનને દર્શાવે છે. નવલકથાની જેમ અહીં પણ તેમણે આ પ્રદેશની બોલીઓનો પ્રયોગ કર્યો છે.[૨]

  • પિયરનો પડોશી (૧૯૫૨),
  • યજ્ઞ (૧૯૫૫),
  • મહીના ઓવારે (૧૯૫૫)
  • સહકારમાં (૧૯૫૮)
  • રંગલીલા (૧૯૫૭) - નટીશૂન્ય એકાંકીઓનું સંપાદન.[૨]

વિવેચન ફેરફાર કરો

  • ધરતી ફોરે ફોરે (૧૯૭૦),
  • રસામૃત (૧૯૭૮)
  • લોકામૃત (૧૯૮૦)
  • સાહિત્યકાર અને યુગધર્મ , અસ્તિત્વવાદ , ગુજરાતનો નાથમાંનાં આધારબીજો , હમીરજી ગોહિલ – એક લોકતત્વીય અધ્યયન , (૧૯૫૩)
  • લોકવાર્તા (૧૯૭૯)
  • પઢાર : એક અધ્યયન (૧૯૫૩)
  • ચારણી સાહિત્યના અંગદવિષ્ટિ (૧૯૭૪)
  • કુંડળિયા જશરાજ હરધોળાણીરા (૧૯૭૪)

લોકગીત સંગ્રહ ફેરફાર કરો

એમણે બનાસકાંઠાથી સોનગઢ-વ્યારા સુધીના પ્રદેશનો પ્રવાસ ખેડીને ભીલ, પોશી, પઢાર, કોળી વગેરે જાતિઓના સમાજજીવનને દર્શાવતા લોકગીતો ના સંગ્રહએ પ્રસિદ્ધ કરાવ્યા છે:

  • નવો હલકો (૧૯૫૬)
  • ચંદર ઊગ્યે ચાલવું (૧૯૬૪)
  • વાગે રૂડી વાંસળી (૧૯૬૯)

લોકવાર્તા સંગ્રહો ફેરફાર કરો

  • ખેતરનો ખેડુ (૧૯૫૫)
  • સોંપ્યાં તુજને શીશ (૧૯૬૬)
  • સોનાની ઝાળ (૧૯૭૦) અને
  • ઓખામંડળની લોકકથાઓ

અન્ય સાહિત્ય ફેરફાર કરો

તેમણે લોકઘડતરમાળાની ૧૨ પુસ્તિકાઓનું સંપાદન કર્યું છે. નવો હલકો નું વિષયવાર વર્ગીકરણ તથા ઓલ્યા કાંઠાનાં અમે પંખીડાં નામના પુસ્તકમાં તેમણે કાશ્મીર, અસમ, પંજાબ, બિહાર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશનાં લોકગીતો, એનો આસ્વાદ, ગઢવાલી લોકગીતો અને બીહુ લોકગીતો વિશેનો અભ્યાસ પ્રસિદ્ધ કર્યો છે. આ ઉપરાંત એમણે પ્રાણીઘર (૧૯૫૬) નામક બાળકથા તથા રેવલા ગોરનો નાનુ નામની કિશોરકથાઓ પણ રચી છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Search Results for "લોક્સંસ્કૃતિકાર : પુષ્કર ચંદરવાકર (1921-1995)" – Divya Bhaskar – દિવ્ય ભાસ્કર" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-25.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "Search Results for "પુષ્કર ચંદરવાકર" – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-25.
  3. "Sahityasetu: ISSN 2249-2372". www.sahityasetu.co.in. મેળવેલ 2021-09-25.