સિંદરી કિલ્લો અથવા સિંદ્રી કિલ્લોએ એક પ્રાચીન કિલ્લો હતો. આ કિલ્લો ભારતના ગુજરાત રાજ્યના લખપત તાલુકામાં નારા નદી નામની સિંધુ નદીની પૂર્વી શાખા પર આવેલો હતો. આ કિલ્લો કચ્છના રણની નીચાણ વાળી સપાટ ભૂમિ પર બંધાયેલો હતો અને ઈ.સ. ૧૮૧૯ના કચ્છના ભૂકંપમાં તે આંશિક નુકશાન પામ્યો હતો. તે જે જમીન પર ઊભો હતો તે જમીન કિલ્લા સહિત ભૂકંપને કારણે જળમગ્ન થઈ ગઈ હતી. ચાર્લ્સ લાઈલે ૧૮૩૦ના તેમના પુસ્તક પ્રિન્સીપલ્સ ઑફ જીયોલોજીમાં ઝડપી ભૂસ્તરશાસ્ત્રીય બદલાવને દર્શાવવા માટે આ ઘટનાનો ઉપયોગ કર્યો હતો, કેમકે તે સમયે એવી માન્યતા હતી કે પૃથ્વીની રચના પછી તેનું ભૂસ્તર બદલાયું જ નથી.

૧૮૯૧ પહેલાં સિંદરી કિલ્લાનો દેખાવ

વિનાશ અને પરિણામો

ફેરફાર કરો

સિંદરી કિલ્લાને જૂન ૧૮૧૯ માં આવેલા ધરતીકંપ દ્વારા નુકસાન થયું હતું અને તે પ્રદેશમાં આવેલા જમીન ઊંડી ઉતરતા, વહેતા પાણી તેના પર ફરી વળ્યા અને જમીન પાણીમાં ડૂબી ગઈ હતી. ભૂકંપ બાદ કિલ્લામાં રહેતા કેટલાક લોકો મિનાર ઉપર ચડી ગયા અને તેમને હોડીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા. આ કિલ્લાથી પાંચ માઈલ દૂર આવેલો, પચાસ માઈલ લંબાઈ ધરાવતો જમીનનો એક પટ્ટો ભૂકંપ પછી જમીનથી ઉપર ઉપસી આવ્યો હતો. આ પટ્ટાને કિલ્લા પરના લોકોએ નોંધ્યો હતો અને તેને "અલ્લાહ બંધ" અથવા અલ્લાહ કે ભગવાનનો ટેકરો અથવા પાળો એમ નામ આપ્યું હતું. ભૂકંપ પછી ધીરે ધીરે સિંધુ નદીએ તેનો માર્ગ બદલી નાંખ્યો હતો અને નવા બનેલા બંધને કાપી નાખ્યો હતો.[]

અલ્લાહ બંધ હવે ફાટ રેખા (જીયોલોજી: ફોલ્ટ લાઇન) દર્શાવતી હોય એમ માનવામાં આવે છે.[] ઈ.સ. ૧૮૨૮ માં જ્યારે એલેક્ઝાન્ડર બર્નેસે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે તેને એક જ મિનારો કે બૂર્જ પાણીની ઉપર દેખાયો. ચાર્લ્સ લાઇલે ૧૮૩૦ના તેમના પુસ્તક પ્રિન્સીપલ્સ ઑફ જીયોલોજીમાં ઝડપી ભૂસ્તરશાસ્ત્રીય બદલાવને દર્શાવવા માટે આ ઘટનાનો ઉપયોગ કર્યો હતો, કેમકે તે સમયે એવી માન્યતા હતી પૃથ્વીની રચના પછી તેનું ભૂસ્તર બદલાયું જ નથી. ઈગ્નાટીયસ ડોનેલી સિંદરી કિલ્લાના જળમગ્ન થઈ ગાયબ થવાને એટલાન્ટિસ ની શક્યતા તરીકે ૧૮૮૨ના તેમના પુસ્તક ધ એન્ટીડિલુવિયન વર્લ્ડ: એટલાન્ટિસ દર્શાવ્યો છે. [] []

Coordinates: 24°03′46″N 69°03′18″E / 24.0629°N 69.0550°E / 24.0629; 69.0550

  1. Lyell, Charles (1832). Principles of Geology. Volume 2. London: John Murray. પૃષ્ઠ 266–267.
  2. Thakkar, M. G.; Mamata Ngangom; P. S. Thakker; N. Juyal (2012). "Terrain response to the 1819 Allah Bund earthquake in western Great Rann of Kachchh, Gujarat, India" (PDF). Current Science. 103 (2): 208–212.
  3. Donnelly, Ignatius (1882). Atlantis: the antediluvian world (11 આવૃત્તિ). New York: Harper & brothers. પૃષ્ઠ 38–39.
  4. Dasgupta, Sujit; Mukhopadhyay, Basab (2014). "Historiography and commentary on the 16 June 1819 Kutch Earthquake, Gujarat, India". Indian Journal of Geosciences. 68 (1): 57–126.