કચ્છનું રણ
કચ્છનું રણ (કચ્છી ભાષા: કચ્છ જો રણ) અનેક ક્ષારીય કળણો ધરાવતું વિશાળ ક્ષેત્ર છે. તેનો મોટોભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે અને અમુક ભાગ પાકિસ્તાનના સિંધની દક્ષિણ છેડે આવેલો છે. તેને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે; કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ.
કચ્છનું રણ
કચ્છ જો રણ | |
---|---|
કુદરતી વિસ્તાર | |
કચ્છનું રણ | |
કચ્છના રણનો વિસ્તાર | |
દેશ | ભારત અને પાકિસ્તાન |
ભૂગોળ
ફેરફાર કરોકચ્છનું રણ થરના રણનો એક ભાગ છે, જે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધમાં ફેલાયેલું એક જૈવિક ભૂક્ષેત્ર છે. અહીં રણનો અર્થ "ક્ષારીય કળણ" સંપ્રત છે. આ ક્ષેત્રમાં મોસમી કળણ નિર્માણ થાય છે અને તેની વચ્ચે વચ્ચે આવેલા થોડી ઉંચાઈ ધરાવતા ''મેડક'' તરીકે ઓળખાતા ક્ષેત્રોમાં લીલોતરી ઊગી નીકળે છે.
આ કળણ કચ્છનો અખાત અને દક્ષિણ પાકિસ્તાનમાં સિંધુના મુખની વચ્ચે આવેલું છે અને 10,000 square miles (26,000 km2) જેટલું વિશાળ ક્ષેત્ર ધરાવે છે. તેના ઈશાન ખૂણે રાજસ્થાનમાંથી નીકળતી લુણી નદી વહે છે.
નિવસનતાંત્રિક મહત્વ
ફેરફાર કરોઆ રણ ભારત-મલય ક્ષેત્રમાં આવેલું એક માત્ર પૂર ધરાવતું ઘાસનું મેદાન છે.[૧] આ ક્ષેત્રની એક તરફ રેતાળ રણ અને બીજી તરફ સમુદ્ર આવેલો હોવાથી અહીં સુંદરવન અને રણના કંટાળી વનસ્પતિ ધરાવતા વિવિધપ્રકારના નિવસન તંત્રો નિર્માણ પામ્યા છે.[૨] અહીંના ઘાસના મેદાન અને રણમાં જીવનારી પ્રજાતિઓએ આ ક્ષેત્રના કપરા વાતાવરણ સાથે અનુકુલન કરેલું છે. આમા કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ સમગ્ર વિશ્વમાં માત્ર આજ ક્ષેત્રમાં જોવા મળે છે અને કેટલાંક વિલુપ્ત પ્રજાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે.[૩]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "WWF - Rann of Kutch Flooded Grasslands". મૂળ માંથી 2014-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-01.
- ↑ Negi, Sharad Singh (૧૯૯૬). Biosphere reserves in India: landuse, biodiversity and conservation. Indus Publishing. પૃષ્ઠ ૨૨૧. ISBN 9788173870439.
- ↑ Sharma, R.P. (૧૦ નવેમ્બર ૨૦૧૧). The Indian forester, Volume 127, Issues 7-12. University of Minnesota.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં કચ્છનું રણ.
- Southern Asia: Western India into Pakistan - Ecoregions
- Global Species : Ecoregion : Rann of Kutch seasonal salt marsh સંગ્રહિત ૨૦૨૦-૦૮-૦૭ ના રોજ વેબેક મશિન
Coordinates: 24°05′11″N 70°38′16″E / 24.08639°N 70.63778°E
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |