સિક્કિમ સ્કાઉટ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે ભારતના સિક્કિમ રાજ્યમાંથી સૈનિકોને ભરતી કરે છે. તે ભારતીય સેનાની સૌથી યુવા રેજિમેન્ટ છે, તેને ૨૦૧૩માં ઉભી કરાઈ અને ૨૦૧૫માં કાર્યક્ષમ બનાવવામાં આવી. તેને લદ્દાખ સ્કાઉટ્સ અને અરુણાચલ સ્કાઉટ્સની મુજબ ઉભી કરાઈ છે અને તે બંને રેજિમેન્ટની જેમ જ આ પણ પહાડી સરહદ વિસ્તારમાંથી સૈનિકોની ભરતી કરે છે, સરહદનું રક્ષણ કરવું અને પહાડી લડાઈ પ્રાથમિક કાર્યક્ષેત્ર છે.

૧૯૭૫માં સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું. તે આશરે એક સદી સુધી અંગ્રેજ અને પાછળથી ભારતીય સંરક્ષણ હેઠળ હતું. ચીન સાથે તેની ૨૨૨ કિમીની સરહદ છે અને આથી તે અગાઉ ભારત અને ચીન વચ્ચે બફર વિસ્તારનું કામ કરતું હતું અને તેથી ભારતીય સેનાની ચોકીઓ તેના વિસ્તારમાં હતી.[] ચીને સિક્કિમને ભારતના રાજ્ય તરીકે ૨૦૦૦ સુધી માન્યતા નહોતી આપી[] અને આજે પણ તેના ઉત્તર વિસ્તારમાં આવેલા ફિન્ગર પ્રદેશ પણ તેનો દાવો છે. ૧૯૬૨ના યુદ્ધ સમયે પણ સિક્કિમ સરહદ પર કેટલીક લડાઈઓ થઈ હતી.[][] ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બંને દેશના સૈન્યો વચ્ચે સિક્કિમ સરહદ પર અથડામણો ચાલુ રહી અને તેમાં ૧૯૬૭ની ચોલા ઘટના મુખ્ય છે.[][] હાલમાં ૨૦૦૮ની આસપાસ કેટલીક નાના પાયાની અથડામણો અને ઘૂસણખોરી થઈ હતી.[][] ૨૦૧૪માં ભારતીય ભૂમિસેના અને ભારત-તિબ્બત સીમા પોલીસના ઘણા એકમો સિક્કિમમાં ફરજ બજાવે છે. ઐતિહાસિક રીતે જ આ સૈનિકો ભારતના અન્ય હિસ્સામાંથી લેવામાં આવે છે અને ત્યાંના સ્થાનિક વસ્તીમાંથી નથી લેવાતા.

સિક્કિમના તત્કાલીન મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે રક્ષા મંત્રાલયને એવી અપીલ કરી કે ચીન સાથે સરહદ ધરાવતા તમામ રાજ્યો રેજિમેન્ટ ધરાવે છે અને સિક્કિમના યુવાનોને રેજિમેન્ટ ઉભી કરી અને સ્થાન આપવું જોઈએ. (૧૯૬૩માં લદ્દાખ સ્કાઉટ્સ, ૨૦૧૦માં અરુણાચલ સ્કાઉટ્સ અને ઉત્તરાખંડની કુમાઉં રેજિમેન્ટમાં પલટણો ઉભી કરાઈ છે.) આ પ્રસ્તાવને ભારતીય સેના અને રક્ષા મંત્રાલયએ ટેકો આપ્યો કેમ કે તે સેનાની સ્થાનિકોને ભરતી કરી અને રક્ષણને વધુ મજબુત બનાવવાની નીતિ સાથે મળતી હતી. ડિસેમ્બર ૬, ૨૦૧૨ના રોજ મંત્રીમંડળની સુરક્ષા સમિતિએ સહમતી આપી. તે સમયે એવી જાહેરાત કરવામાં આવી કે સૈનિકોની ભરતી અને તાલીમ તથા અન્ય કાર્યવાહીઓ પૂર્ણ થતાં ૨૦૧૫ના મધ્ય સુધીમાં રેજિમેન્ટ તૈયાર થઈ જશે.[] તેનો વાર્ષિક ખર્ચ આશરે રૂ. ૩૨.૫ કરોડ આવવાનો અંદાજ હતો. રેજિમેન્ટ ઉભી થઈ ગયા બાદ તેનો વાર્ષિક ખર્ચ આ અંદાજ કરતાં થોડો વધુ હોવાની શક્યતા છે.[૧૦]

માર્ચ ૨૦૧૩માં ૫૦૦ સૈનિકોની ભરતી માટે સમગ્ર સિક્કિમમાં ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું.[૧૧][૧૨] સિક્કિમના યુવાનોમાં છુંદણાં લોકપ્રિય હોવાને કારણે ઘણા યુવાનોની અરજી નકારવામાં આવી કેમ કે ૨૦૧૧માં ભારતીય સેનાએ નવા રંગરૂટો માટે ધાર્મિક ચિહ્નો સિવાયનાં છુંદણાં પર પ્રતિબંધ મૂક્યો હતો.[૧૩]

૨૪ મે ૨૦૧૩ના રોજ લખનૌ ખાતે ઉપ સેનાધ્યક્ષ લેફ્ટ. જનરલ એસ. કે સિંઘ દ્વારા ધ્વજ અર્પણ કરી અને રેજિમેન્ટ ઉભી કરી. તે સમયે ૩૧૯ સિક્કિમના રંગરૂટો હતા અને ગુરખા રેજિમેન્ટ દ્વારા તાલીમ આપવા મોકલાયેલા ઉસ્તાદ હાજર હતા.[૧૪][૧૫] ૨૦૧૫ના મધ્ય સુધીમાં ભરતી અને તાલીમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી.

રેજિમેન્ટ શરૂઆતમાં એક જ પલટણ ધરાવશે એવું નક્કી કરાયું હતું કારણ કે ભરતી કરવા માટે સૈનિકો સિક્કિમની મર્યાદિત વસ્તીમાંથી લેવાના હતા. ૧લી પલટણમાં ૯૩૪ સૈનિકો જેમાં ૨૮ અફસરો, ૪૪ જુનિયર અફસરો અને ૮૬૨ જવાન હતા. ૨૦૧૫માં ૨જી પલટણ ઉભી કરવાનું નક્કી કરાયું. રેજિમેન્ટમાં ૮૫% સૈનિકો સિક્કિમના ૬,૧૨,૦૦૦ની વસ્તીમાંથી લેવાયેલા છે. નિવૃત્ત સૈનિકોના સગાંને ભરતી માટે અગ્રતા આપવામાં આવી હતી.[૧૬]

સિક્કિમ સ્કાઉટ્સ એ ૧૧ ગુરખા રાઇફલ્સ સાથે જોડાયેલા છે અને તેમનું જ ચિહ્ન, ધ્વજ વાપરે છે. જોકે તેમાં સિક્કિમ સ્કાઉટ્સ એવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે.[૧૭]

કાર્યક્ષેત્ર

ફેરફાર કરો

રેજિમેન્ટના સૈનિકોને પહાડી યુદ્ધમાં તાલીમ આપવામાં આવે છે. મોટાભાગના સૈનિકો સ્થાનિક જ છે અને માટે આ પ્રકારની આબોહવામાં કાર્ય કરવાનો અને રહેવાનો તેમને અનુભવ જન્મજાત જ છે. તાલીમ તેમને આધુનિક યુદ્ધ કૌશલ્ય અને લશ્કરી શિસ્ત શીખવાડવા માટે અપાય છે. સ્થાનિકો જ હોવાને કારણે તેઓ વસ્તી પાસેથી માહિતી આસાનીથી મેળવી લે છે અને યુદ્ધ સમયે તેઓ અન્ય સ્થાનિક રેજિમેન્ટની જેમ જ પોતાના રાજ્ય માટે અંત સુધી પણ લડી લેવા તૈયાર રહેશે.[૧૮]

રેજિમેન્ટનું પ્રાથમિક કાર્ય સિક્કિમની સરહદ પર નજર રાખવાનું અને ખાસ કરીને ઘાટો અને ચીન સરહદ પર ચોકી ભરવાનું છે. સેનાની અન્ય રેજિમેન્ટની પલટણો ૨-૩ વર્ષ માટે સિક્કિમ ખાતે તૈનાત કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ભારતના અન્ય હિસ્સામાં મોકલવામાં આવે છે જ્યારે સિક્કિમ સ્કાઉટ્સના તમામ સૈનિકો ત્યાં જ તૈનાત રહેશે અને તેમની મોટાભાગની કારકિર્દી સિક્કિમ ખાતે જ પસાર કરશે.

  1. Tocci, Nathalie, ed. (2008).
  2. Kumar, Satish (2011).
  3. Gogia, S. C., ed. (1966).
  4. Orton, Anna, ed. (2010).
  5. Mishra, Keshav (2004).
  6. Feng, Cheng; Wortzel, Larry M. (2003).
  7. Ramachandran, Sudha (27 June 2008).
  8. "Annual Report to Congress: Military Power of the People's Republic of China 2009" સંગ્રહિત ૨૦૧૫-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન (PDF).
  9. Banerjee, Ajay (7 December 2012).
  10. "Sikkim Scouts to Be Raised By 2015" સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન.
  11. "Sikkim Scouts recruitment drive from March 3". iSikkim. 17 February 2013.
  12. "Sikkim: Recruitment rally for local infantry force in March". iSikkim. 15 February 2013. 
  13. "200 candidates with tattoos rejected for Sikkim Scouts". iSikkim. 10 May 2013. 
  14. Indian Army (27 May 2013).
  15. "Sikkim saw emergence of new Opposition party in 2013".
  16. Giri, Pramod (2 October 2012).
  17. Ganguly, C., ed. (24 May 2013).
  18. "Army to raise new battalions frm Sikkim, Arunachal".