સિલિગુડી
સિલિગુડી (બંગાળી: শিলিগুড়ি) ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યનું એક શહેર છે, જે દાર્જિલિંગ અને જલપાઇગુડી જિલ્લાઓમાં આવેલ છે. રેલવે અને ધોરી માર્ગો દ્વારા અન્ય સ્થળો સાથે સારી રીતે જોડાયેલ હોવાને આ કારણે આ શહેર દાર્જિલિંગ અને સિક્કિમ ખાતેનું વ્યાપાર કેન્દ્ર છે[૧]. શણનો વ્યવસાય આ શહેરનો મુખ્ય વેપાર છે.
આ શહેર મહાનંદા નદીના કિનારા પર હિમાલયના તળેટી વિસ્તારમાં આવેલું છે અને જિલ્લામથક જલપાઇગુડી ખાતેથી ૪૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તે ઉત્તર બંગાળનું એક મુખ્ય વેપાર, પર્યટન, આવાગમન તેમ જ શૈક્ષણિક કેન્દ્ર છે. વર્ષ ૨૦૧૧ની જનગણના મુજબ આ નગરની વસ્તી ૭ લાખ જેટલી હતી. ગુવાહાટી પછી આ ઉત્તરપૂર્વ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. તે પશ્ચિમ બંગાળનું એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર બની ગયું છે. આ શહેર ખાતે લગભગ ૨૦ હજાર ભારતીય અને ૧૫ હજાર વિદેશી પ્રવાસીઓ પ્રત્યેક વર્ષે આવે છે. નેપાળ, ભુતાન અને બાંગ્લાદેશ વગેરે પાડોશી દેશો અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોના લોકો માટે પણ તે હવાઈ, સડક અને રેલ યાત્રા માટેનું મુખ્ય મથક છે. આ શહેર ચા, ટ્રાન્સપોર્ટ, પ્રવાસન અને ઇમારતી લાકડા માટે પ્રખ્યાત છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Siliguri | About Siliguri". www.siliguri.gov.in. મેળવેલ 2018-08-28.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોસિલિગુડી વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- સિલિગુડી મહાનગરપાલિકા સંગ્રહિત ૨૦૧૮-૧૧-૦૯ ના રોજ વેબેક મશિન
- સિલિગુડી જલપાઇગુડી ડેવલપમેન્ટ ઓથોરિટી