સુનિધિ ચૌહાણ

ભારતીય ગાયક

સુનિધિ ચૌહાણ ભારતીય સિનેમાની એક મહત્વપૂર્ણ પાર્શ્વગાયિકા છે. તે મેરી આવાજ સુનો કાર્યક્રમ દ્વારા વિશ્વની નજરમાં આવી. ત્યાર પછી તે ઘણા હિન્દી ફિલ્મ ગીતોમાં પોતાનો સુર આપી ચુકી છે.

સુનિધિ ચૌહાણ
Sunidhi Chauhan at Voice India
પાર્શ્વ માહિતી
જન્મ નામસુનિધિ ચૌહાણ
મૂળભારતીય
શૈલીplayback singing, ઈન્ડિપૉપ
વ્યવસાયોગાયક
વાદ્યોગાયક
સક્રિય વર્ષો૧૯૯૬–હયાત

પ્રારંભિક કારકિર્દી

ફેરફાર કરો

સુનિધિ ચૌહાણ નુ કુટુંબ ઉત્તરપ્રદેશ થી છે. તેમણે એક બાળક તરીકે ગાયિકા તરીકે કારકિર્દી શરૂઆત કરી હતી, ચાર વર્ષની ઉંમરે પ્રથમ પ્રદર્શન દિલ્હી ના સ્થાનિક મંદિર માં આપ્યુ. ત્યાર બાદ સ્પર્ધાઓ અને સ્થાનિક મેળાવડા મા ગાન શરૂ કર્યું હતું. જ્યારે સ્થાનિક ટીવી એન્કર, તબસ્સુમે, તેમની પ્રતિભા પારખી, તેમનુ ગાયિકા કૌશલ્ય વિકસાવવા માટે કુટુંબ મુંબઈ સ્થાયી થયુ અને સુનિધિ કલ્યાણજી ના 'લિટલ અજાયબીઓ' મંડળી માં મુખ્ય ગાયિકા બન્યા.

સહકાર્યો

ફેરફાર કરો

સુનિધિ ચૌહાણ, ભારતીય ગાયકો સાથે મળીને જેવાકે અલકા યાજ્ઞિક, શાન, ઉદિત નારાયણ, અને લોકપ્રિય જોડી માટે જાણીતા છે એવા સુખવિન્દર સિંઘ (ફિલ્મો જેવીકે ઓમકારા અને આજા નચલે). મોટે ભાગે તેમની જોડી સોનુ નિગમ, અને સફળ ગાયિકા શ્રેયા ઘોષલ કેજે તેણીની સખત સ્પર્ધક ગણાય છે.

કંઠ્ય ક્ષમતા

ફેરફાર કરો

સુનિધિ ચૌહાણ ના અવાજ ને શક્તિશાળી, સુંદર, અને કર્ણપ્રિય તરીકે વર્ણવેલ છે.

જ્યારે ૨૦૦૭ માં, લોકપ્રિય ગીત "બીડી જલાઈ લે" અભિનેત્રી બિપાશા બાસુ (જેની પર આ ગીત દર્શાવવા મા આવ્યુ હતુ) તેમણે કહ્યું હતું કે, "સુનિધિ દેવી છે તેની ગાયન, ક્ષમતા શક્તિશાળી છે. તેણે મારા નૃત્ય મા અન્ય પરિમાણ ઉમેર્યું છે.

ભારતીય ગાયક, લતા મંગેશકરે કહેલ "સુનિધિ ચૌહાણ એક ઉત્તમ યુવાન ગાયક છે".