સેવ ઉસળ નાસ્તા તરિકે ખાવામાં આવતી એક વાનગી છે. તેનાં નામ પરથી જ સ્પ્ષ્ટ થાય છે કે તે બે ઘટકો, સેવ અને ઉસળમાંથી બનતું હોવું જોઈએ. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં બનતી અન્ય એક વાનગી મિસળ તે આને મળતી આવતી વાનગી છે, અને શક્ય છે કે સેવ ઉસળનો ઉદ્ભવ મિસળનાં એક અન્ય રૂપ તરીકે થયો હોય. ઉસળ એટલે પાતળા રસાવાળું વટાણા-બટાકાનું શાક, જેમાં સેવ નાંખીને ખાવામાં આવે છે.

સેવ ઉસળ

સામગ્રી ફેરફાર કરો

સેવ ઉસળ બનાવવા માટે, વટાણા (લીલા કે કઠોળના), બટાકા, મીઠું, મરચું, હળદર, હિંગ, રાઈ, તેલ, ખજૂર આમલીની ચટણી, તીખી ચટણી, સેવ, કોથમીર, ડુંગળી, વિગેરે.

બનાવવાની રીત ફેરફાર કરો

ઉસળ ફેરફાર કરો

  • જો સુકા (કઠોળના) વટાણા લીધા હોય તો તેને પહેલા ૨-૩ કલાક પલાળી રાખીને બાફી લો.
  • બટાકાને પણ બાફીને ફોલી લો અને ઝીણા ટુકડા કરી લો.
  • એક વાસણમાં તેલ લઈ, રાઈનો વઘાર મુકો. રાઈ તતડે એટલે તેમાં હિંગ અને થોડુંક મરચું (ફક્ત રંગ પકડાય તે માટે, તિખાશ માટે ઉપરથી તીખી ચટણી લેવાની છે) નાંખી વટાણા અને બાફેલા બટાકા નાંખો.
  • વટાણા-બટાકાને સ્વાદાનુસાર મીઠું અને હળદર નાંખી થોડા સાંતળી લો. અને હવે પાતળો રસો થાય તેવું પાણી ઉમેરો.
  • રસાવાળું વટાણા-બટાકાનું શાક બનાવીએ તેના કરતાં લગભગ બેવડું પાણી લેવું, જેથી પ્રમાણસર રસો થઈ રહે.
  • આ ઉસળને પાણી બરાબર ઉકળવા માંડે ત્યાં સુધી ખદખદવા દો. બધો મસાલો વટાણા અને બટાકામાં ઉતરી ગયો હોય તેમ લાગે એટલે ઉસળને આંચ પરથી ઉતારી લો.

સેવ ફેરફાર કરો

ચટણીઓ ફેરફાર કરો

પીરસવાની રીત ફેરફાર કરો

ઉસળને એક ઉંડી ડિશ કે છીછરા વાડકામાં લઈ, તેના પર આપની પસંદ અને સ્વાદ પ્રમાણે ગળી અને તીખી ચટણીઓ રેડો, તેના પર સેવ ભભરાવો અને જો ખાતા હોવ તો ઝીણી સમારેલી ડુંગળી પણ નાંખી શકાય. સેવ વધારે પ્રમાણમાં લેવી જેથી રસો લગભગ સેવમાં શોષાઈ જાય (જોકે પસંદ પ્રમાણે વધુ કે ઓછી સેવ પણ લઈ શકાય).