સોરઠ પ્રાંત
સોરઠ એ વસાહતીકાળનો સૌરાષ્ટ્ર દ્વિપકલ્પનો એક પ્રાંત હતો. સોરઠ શબ્દ આ ક્ષેત્રના ગ્રીક શબ્દનો મુસ્લીમ અપભ્રંશ છે.[સંદર્ભ આપો]
બ્રિટિશ રાજમાં કાઠિયાવાડના રજવાડાઓના સમુહને ચાર પ્રાંતોમાં વહેંચવામાં આવ્યો હતો અને સોરઠ એ દ્વિપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત હતો, અન્ય પ્રાંતો પશ્ચિમમાં હાલાર, ઉત્તરમાં ઝાલાવાડ અને અગ્નિ દિશામાં ગોહિલવાડ (ભાવનગર) હતા.[૧]
હાલના સમયના પોરબંદર અને જુનાગઢ જિલ્લા હેઠળનો વિસ્તાર મળી સોરઠ પ્રાંત બનતો હતો.
આ પ્રાંતનું ક્ષેત્રફળ 5,217 square miles (13,510 km2) હતું, તેમાં ૧૧૯૩ ગામડાઓનો સમાવેશ હતો. ઈ.સ. ૧૯૦૧માં તેની જનસંખ્યા ૫,૭૫,૨૮૮ હતી અને તેની ઉપજ રૂ. ૫૩,૯૯,૩૪૯ જેટલી હતી જેમાંથી બ્રિટિશ સરકારને વડોદરાના ગાયકવાડ અને/અથવા જુનાગઢ રજવાડા પાસેથી રૂ. ૨,૧૫,૦૬૦ કર મળતો હતો.
રજવાડા
ફેરફાર કરોતેના તોપની સલામી ધરાવનાર રજવાડાં:
- પ્રથમ કક્ષા: જુનાગઢ રજવાડું, ખિતાબ - નવાબ, વારસાગત સલામી - ૧૩ તોપ (૧૫- તોપ સ્થાનીય અને નીજી)
- દ્વિતીય કક્ષા: પોરબંદર રજવાડું, ખિતાબ મહારાજા રાણા સાહેબ, વારસાગત સલામી -૧૩ તોપ
તેના તોપની સલામી ન ધરાવતા અન્ય મુખ્ય રજવાડાં:
- પ્રથમ કક્ષા: જાફરાબાદ રજવાડું
- તૃતીય કક્ષા: બાંટવા માણાવદર; ત્રીજાથી સાતમું: જેતપુર
- (ચોથી કક્ષામાં કોઈ નહી)
- પાંચમી કક્ષા: બાંટાવા (ગીદાડ), ડેડાણ, વાસાવડ
- છઠ્ઠી કક્ષા: બગસરા, કુબા, વીંછાવાડ
- (સાતમી કક્ષામાં કોઈ નથી.)
આ સિવાય એકલ ગામડાના ગરાસ:
- ચરખા, દહીડા, ઢોલરવા, ગઢિયા, મોટી ગરમલી, નાની ગરમલી, ગીગાસરણ, હાલરિયા, જામકા, કણેર, કથરોટા, ખીજડિયા નજણી, લાખાપદર, માણવાવ
- મોણવેલ, સિલાણા, વાઘવડી, વેકરીયા.
તેમાં તાલુકાદાર રહિત અન્ય ત્રણ થાણા હતાં: ધાસા, જેતલસર અને શાહપુર.