હાલાર

પશ્ચિમ ભારતનો ઐતહાસિક વિસ્તાર
કાઠિયાવાડના હાલાર, ઝાલાવાડ, સોરઠ અને ગોહિલવાડ પ્રાંતો દર્શાવતો નકશો, ઇ.સ. ૧૮૫૫

હાલાર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છના અખાતને અડીને નવાનગર (હાલમાં જામનગર)ની ઉત્તર-પશ્ચિમે આવેલો ઐતહાસિક વિસ્તાર છે.

ઇતિહાસફેરફાર કરો

આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે.[૧]

બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓનો આવેલા હતા જેમાં નવાનગર, મોરબી, ગોંડલ, વાંકાનેર, ધ્રોળ અને રાજકોટ રજવાડાંઓનો સમાવેશ થતો હતો.[૨]

૧૯૦૧માં આ વિસ્તાર ૧૯,૩૬૫ ચોરસ કિમી વિસ્તાર ધરાવતો હતો અને તેની વસ્તી ૭,૬૪,૯૯૨ વ્યક્તિઓની હતી.

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

પુસ્તકફેરફાર કરો

  • Târikh-i-Soraṭh: A History of the Provinces of Soraṭh and Hâlâr.

બાહ્ય કડીઓફેરફાર કરો