માણાવદર રજવાડું અથવા બાંટવા-માણાવદર એ બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સી હેઠળનું રજવાડું હતું. હાલમાં તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું છે. આ રજવાડાનુ ક્ષેત્રફળ લગભગ ૫૭૪ ચો.કિમી. હતું અને તેમાં ૨૬ ગામડાં હતાં જેની વસ્તી ૧૯૪૧માં ૨૬,૨૦૯ હતી જે મોટે ભાગે હિંદુ હતી.[]

માણાવદર રજવાડું
બાંટવા-માણાવદર
બાંટવા-માણાવદર
દેશી રજવાડું
૧૭૩૩–૧૯૪૭
Flag of બાંટવા-માણાવદર
Flag
વિસ્તાર 
• ૧૯૪૧
261.60 km2 (101.00 sq mi)
વસ્તી 
• ૧૯૪૧
26209
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૩૩
• સ્વતંત્ર ભારત ગણરાજ્યમાં વિલિન
૧૯૪૭
પછી
ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link)
માણાવદર રાજ્યની પુરુષ હોકી ટીમ, સીડની, જૂન ૧૯૩૮. છાયાકાર સૅમ હૂડ

આઈને-અકબરીમાં બાંટવા માણાવદરને બાંટવા ચોર્યાશી તરીકે ઓળખાવાયું છે. ઈ.સ. ૧૭૩૩માં ઘોઘાના સોહરાબ ખાને જુનાગઢના નવાબના ભાઈઓ દિલેરખાન સલબત અને મોહમ્મદ ખાન બાબીને કાઢી મૂક્યા હતા, ત્યાર બાદ નવાબ બહાદૂર ખાને તેના ભાઈઓને બાંટવાની જાગીર આપી હતી. અન્ય મત અનુસાર સોહરાબે પોતે બાંટાવા પરગણા નવાબના ભાઈઓને સોંપ્યા હતા જ્યારે તેઓ સોરઠના ફોજદાર હતા. ત્યાર બાદ બાંટવા દિલેરખાન અને સેહ્ર ઝમાન ખાનના વારસોના તાબામાં રહ્યું હતું. આ પરગણું રજવાડાનું સૌથી અમીર પરગણું ગણાતું હતું.[]

ત્યાર પછીના કાળમાં બાંટવાના અધિપતિઓ જુનાગઢના નવાબ વિરુદ્ધ કાવતરાં કરતા રહ્યા પરંતુ છેવટે શાંતિ માટે તેમને સુલેહ કરવી પડતી હતી. જો કે એક વખતે મુક્તાર ખાન અને એદલ ખાને વંથલી પર કબ્જો કરી લીધો હતો પણ જુનાગઢના દિવાન અમરજીએ તેમને ખદેડી કાઢ્યા હતા. ઈ.સ. ૧૭૯૪-૯૫માં બાંટવાના રાજકુળની કન્યા સાથે જુનાગઢના નવાબના લગ્ન થયા તે સમયે વિસાવદર પરગણું બાંટવાને જાગીરમાં અપાયું હતું. પરંતુ તેમણે કાઠીઓ પર એટલો બધો અત્યાચાર કર્યો કે કાઠીઓએ બહારવટે ચઢી વિસાવદરને બાંટવા થાણાથી મુક્ત કરાવ્યું. જો કે પાછળથી વિસાવદરનું બાંટવા ફરીથી જુનાગઢના હાથમાં આવ્યું.

બાંટવા કુળની મુખ્ય ત્રણ શાખાઓ હતી:

  1. ગાઝનફર ખાનની હાણાવદર શાખા
  2. સામત ખાન અને અનવર ખાનની ગીદર શાખા
  3. શેર ખાન અને અન્યોની બાંટવા શાખા.

ઈ.સ. ૧૮૧૮માં આ રજવાડું બ્રિટિશ સંરક્ષણ હેઠળ અવ્યું.[]

ઈ.સ. ૧૯૪૭માં બ્રિટિશ રાજના અંત પછી જુનાગઢ રજવાડાને આધીન હોવાને કારણે માણાવદરને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરવાનો સ્વતંત્ર અધિકાર ન હતો તેમ છતાં ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ માણાવદરના ખાન સાહેબ ગુલામ મોઈન્નુદ્દીન ખાનજીએ પોતાનું રજવાડું પાકિસ્તાનમાં વિલિન કર્યું. અલબત્ત જુનાગઢ પોતે બરોડા રજવાડાને અધિન હોવાથી તેને પણ એ પ્રકારનો નિર્ણય લેવાનો હક્ક નહતો. ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના ભારતીય પોલીસ ટુકડીઓ માણાવદર મોકલવામાં આવી અને સરકારે માણાવદરનું વ્યવસ્થાપન પોતાના હાથમાં લીધું અને નવાબ સાહેબને સોનગઢમાં નજરકેદ કરવામાં આવ્યા.

સંયુક્ત રાષ્ટ્રના આ રાજ્યના નિરીક્ષકો હેઠળ લોકમત લેવાય ત્યાં સુધી એક મધ્યસ્થ વ્યવસ્થાપકની નિમણૂંક કરવામાં આવી હતી.[] લોકોએ ભારતીય સંઘરાજ્યની તરફેણમાં લોકમત આપ્યો અને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે પાકિસ્તાનમાં વિલિનીકરણનો નિર્ણય રદ્દ થયો. ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯ના દિવસે આ રજવાડાને ભારતના સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિન કરવામાં આવ્યું.

 
બાંટવા માણાવદર રજવાડાના શાસક બાબી કુળનું વંશવૃક્ષ (૧૮૮૪)

બાંટવા અને માણાવદરના શાસકો બાબી કુળના કહેવાય છે. આ રાજવાડું તોપ સલામી વગરનું રજવાડું હતું. તેમના શાસક ખાન સાહેબ કહેવાતા.[]

  • ૧૭૩૩ - ૧૭૬૦ : દિલેર ખાન સલબત ખાન (અ. ૧૭૬૦)
  • c.૧૭૬૦ - .... : સદર નથુ ખાન દિલેર ખાન
  • ૧૭.. - ૧૮.. : ગઝાફર ખાન નથુ ખાન
  • ૧૮.. - ૧૮.. : કમાલ-અદ્-દિન ખાન ઘઝાફરખાન
  • ૧૮.. - ૧૨ જૂન ૧૮૮૨ : જોરાવર ખાન કમાલ-અદ્-દિન ખાન (અ. ૧૮૮૨)
  • ૧૨ જૂન ૧૮૮૨ - ૨૮ માર્ચ ૧૮૮૮ : ગઝાફરખાન જોરાવર ખાન (જ. ૧૮૬૨ - અ. ૧૮૮૮)
  • ૧૨ જૂન ૧૮૮૨ - ૨૧ જૂન ૧૮૮૩ : .... - સગીર
  • ૨૮ માર્ચ ૧૮૮૮ - ૧૯ ઑક્ટો ૧૯૧૮ : ફતહ-અદ્-દિન ખાન ઘઝાફર ખાન (જ. ૧૮૮૫ - અ. ૧૯૧૮)
  • ૨૮ માર્ચ ૧૮૮૮ - ૨૫ નવે ૧૯૦૭ : .... - સગીર
  • ૧૯ ઓક્ટો ૧૯૧૮ - ૧૫ ફેબ્રુ ૧૯૪૮ : મોઇનુદ્દીન ગુલામ ખાન (જ. ૧૯૧૧ - અ. ૨૦૦૩) (ભારતીય અપરાધી ૨૨ ઑક્ટો ૧૯૪૭થી)
  • ૧૯ ઓક્ટો ૧૯૧૮ - ૨૧ નવે ૧૯૩૧ : ફાતિમા સિદ્દીકા બેગમ (સ્ત્રી) - સગીર (જ. ૧૮૯૧ - અ. ૧૯૪૩)

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Manavadar Princely State". મૂળ માંથી 2016-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-13.
  2. Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૭-૩૭૮.
  3. ભારતનાં દેશી રજવાડાં
  4. "Manavadar". The Royal Ark. Buyers, Christopher. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૦.
  5. "Manavadar". Genealogical Gleanings. Soszynski, Henry. University of Queensland. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૦.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  •   Bantva-Manavadar સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૭-૩૭૮.માંથી લખાણના અંશો ધરાવે છે.