સૌરાષ્ટ્ર ભાષા
સૌરાષ્ટ્ર ભાષા (ꢱꣃꢬꢵꢰ꣄ꢜ꣄ꢬ) એક ઇન્ડો-આર્યન ભાષા છે. આ ભાષા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રી લોકો દ્વારા બોલાય છે, જેઓ લગભગ એક હજાર વર્ષ પહેલાં વર્તમાન ગુજરાતના લાટ ક્ષેત્રમાંથી સ્થળાંતર કરી આવ્યા છે.
સૌરાષ્ટ્ર | |
---|---|
ꢱꣃꢬꢵꢰ꣄ꢜ꣄ꢬ ಸೌರಾಷ್ಟ್ರ ಭಾಷೆ સૌરાષ્ટ્ર ભાષા சௌராட்டிர மொழி సౌరాష్ట్ర భాష सौराष्ट्र भाषा | |
સૌરાષ્ટ્ર લિપિમાં "સૌરાષ્ટ્ર" શબ્દ | |
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક |
વંશ | સૌરાષ્ટ્ર |
સ્થાનિક વક્તાઓ | 247,702[૧] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપીયન
|
પ્રારંભિક સ્વરૂપ | સૌરસેની પ્રાકૃત
|
બોલીઓ |
|
લિપિ | સૌરાષ્ટ્ર લિપિ તમિલ લિપિ તેલુગુ લિપિ દેવનાગરી લિપિ લેટિન લિપિ |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | saz |
ગ્લોટ્ટોલોગ | saur1248 |
સૌરાષ્ટ્ર, સૌરસેની પ્રાકૃતની એક શાખા ભાષા છે,[૨] જે કોઇ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં બોલાતી હતી, હવે આ ભાષા માત્ર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં જ બોલવામાં આવે છે.
સૌરાષ્ટ્ર ભાષાને એ જ નામની પોતાની લિપિ છે, ઉપરાંત તે તમિલ, તેલુગુ અને દેવનાગરી લિપિઓમાં પણ લખાય છે. સૌરાષ્ટ્ર લિપિ, બ્રાહ્મી લિપિના મૂળની છે. દક્ષિણની દ્રવિડ ભાષાઓથી વિપરીત, સૌરાષ્ટ્ર એક ઇન્ડો-યુરોપીયન ભાષા છે.[૩] ભારતની જનગણનામાં આ ભાષાને ગુજરાતી ભાષા હેઠળ મૂકવામાં આવે છે. ૨૦૧૧ની જનગણનાના સત્તાવાર આંકડાઓ આ ભાષાના વક્તાઓની સંખ્યા ૨,૪૭,૭૦૨ દર્શાવે છે.
વર્ગીકરણ
ફેરફાર કરોસૌરાષ્ટ્ર, ઇન્ડો-આર્યન ભાષાઓની પશ્ચિમી શાખાથી સંબંધિત છે, જે ભારતીય ઉપખંડનો એક પ્રભાવશાળી ભાષા પરિવાર છે. સૌરાષ્ટ્રને ગુજરાતી ભાષાના ભાગ રૂપે વર્ગીકૃત કરવામાં આવે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues - 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ 2018-07-07.
- ↑ Paul John, Vijaysinh Parmar (2016). "Gujaratis who settled in Madurai centuries ago brought with them a unique language - Times of India". The Times of India. મેળવેલ 2018-04-15.
- ↑ "Script Description [Saurashtra]". ScriptSource. મેળવેલ 16 April 2018. Material was copied from this source, which is available under a Creative Commons Attribution-ShareAlike 3.0 Unported license.