સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલ એક જાહેર યુનિવર્સિટી છે જેની સ્થાપના ૨૩મી મે ૧૯૬૭માં રાજકોટ ખાતે થઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ચિત્ર:Saurashtra University logo.png
પ્રકારજાહેર
સ્થાપના૧૯૬૭
કુલપતિગુજરાત રાજ્યનાં રાજ્યપાલ
ઉપકુલપતિડો. નીલંબરી દવે []
સ્થાનરાજકોટ, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી
જોડાણોયુજીસી
વેબસાઇટwww.saurashtrauniversity.edu

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના બાદ સૌરાષ્ટ્રના જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ અને સ્વાતંત્રસેનાનીઓની માગને અનુલક્ષીને ગુજરાત રાજ્યની વિધાનસભાએ ૧૯૬૫માં વિધાનસભામાં ઠરાવ પ્રસાર કરીને કરવામાં આવી હતી. યુનિવર્સિટીનો કાર્યભાર ૨૩મી મે ૧૯૬૭ના રોજ રાજકોટથી કરવામાં આવ્યો હતો. શરુઆતમાં યુનિવર્સિટીના કેમ્પસ રાજકોટ અને ભાવનગર એમ બન્ને શહેરોમાં હતાં. બાદમાં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના બાદ રાજકોટ યુનિવર્સિટીનું મુખ્ય મથક બન્યુ હતું.

યુનિવેર્સિટીનું કેમ્પસ ૩૬૩ એકર જેટલી જમીન પર પથરાયેલ છે જે રૈયા અને મુંજકા ગામની સીમાઓમાં આવેલ છે. હાલમાં યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અમરેલી, જામનગર,રાજકોટ,સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાઓને આવરી લે છે.

સંગઠન અને વહીવટ

ફેરફાર કરો

યુનિવર્સિટીમાં હાલમાં ૨૯ જેતલા અનુસ્નાતક વિભાગો અને ૨૩૮ જેટલી સંલજ્ઞ કોલેજો આવેલી છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં જવાહરલાલ નહેરુ, ડો. બાબાસાહેબ્ આંબેડકર,સરદાર પટેલ,સ્વામી દયાનંદ સરસ્વતી અને ગુલાબદાસ બ્રોકરની સ્મ્રુતીઓમાં વિવિધ વિભાગો ( 'ચેર') આવેલી છે. યુનિવર્સિટીમાં ઝવેરચંદ મેઘાણીની સ્મ્રુતીમાં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર પણ આવેલ છે. દવાઓનાં સંશોધન માટે યુનિવર્સિટી દ્વારા "નેશનલ ફેસીલીટી ફોર્ ડ્રગ ડિસ્કવરી" પણ ચલાવવામાં આવે છે.

માન્યતા

ફેરફાર કરો

યુનિવર્સિટીને એન.એ.એ.સી દ્વારા બી વર્ગની રાજ્ય યુનિવર્સિટીની માન્યતા મળેલ છે.

  1. "Vice Chancellor's Information". www.saurashtrauniversity.edu. Saurashtra University.
  2. "Pro Vice Chancellor's Information". www.saurashtrauniversity.edu. Saurashtra University. મૂળ માંથી 2022-01-31 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-31.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો