મુખ્ય મેનુ ખોલો

અમરેલી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

અમરેલી શહેર તથા નગરપાલિકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે. આ શહેર ખાતે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.

અમરેલી
—  શહેર  —
અમરેલીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°36′11″N 71°13′19″E / 21.603177°N 71.222083°E / 21.603177; 71.222083
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
વસ્તી . (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 128 metres (420 ft)

વેબસાઇટ collectoramreli.gujarat.gov.in/
અમરેલીનો અૈતિહાસીક ટાવર

ઇતિહાસફેરફાર કરો

એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.[૨][૩] પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૪] વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.[૨][૩]

અમરેલી શહેરના ભવ્ય ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે. ગોરધનભાઈ સોરઠીયાએ અમરેલીના ઇતિહાસના પુસ્તકો લખ્યાં છે.

જાણીતાં વ્યક્તિઓફેરફાર કરો

ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખ, મહાત્મા મૂળદાસના નામો અમરેલી સાથે સંકળાયેલા છે.

સંદર્ભોફેરફાર કરો

  1. "Amreli City Census 2011 data". Retrieved ૯ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Collectorate - District Amreli". Retrieved ૯ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "NRI Division". Retrieved ૯ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  4. લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ, ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે

બાહ્ય કડીઓફેરફાર કરો