હરે કૃષ્ણ મંત્ર
હરે કૃષ્ણ મહા મંત્રનાં પ્રણેતા શ્રી ચૈતન્ય મહાપ્રભુ હતા. ભક્તો મહા મંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.
મહામંત્ર:
- હરે કૃષ્ણ હરે કૃષ્ણ |
- કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
- હરે રામ હરે રામ |
- રામ રામ હરે હરે ||
ભાવ: હે ભગવાન, મને આ ભોતીક બંધન માથી મુક્ત કરી તારી તરફ આર્કષ અને તારી સેવામાં લગાડ.