હાજી અલારખિયા

કચ્છમાં જન્મેલા અને મુંબઈના રહેવાસી એવા એક ગુજરાતી પત્રકાર

હાજી મહમ્મદ અલારખિયા શિવજી (૧૩ ડિસેમ્બર ૧૮૭૯ - ૨૧ જાન્યુઆરી ૧૯૨૧) એ ગુજરાતી ભાષાના એક સાહિત્યકાર હતા. તેઓ પત્રકાર તેમ જ લેખક હતા. એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું.

હાજી મહમ્મદ અલારખિયા શિવજી
જન્મની વિગત(1878-12-13)13 December 1878
બોમ્બે, બ્રિટિશ ભારત
મૃત્યુ21 January 1921(1921-01-21) (ઉંમર 42)
બોમ્બે, બ્રિટિશ ભારત
વ્યવસાયપત્રકાર, લેખક
સક્રિય વર્ષો૧૯૧૪–૧૯૨૧
પ્રખ્યાત કાર્યવીસમી સદી

ઈ.સ. ૧૮૯૫ થી એમણે અંગ્રેજી, હિંદી, ફારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રસિદ્ધ વીસમી સદી ના સંસ્થાપક હતા.[૧] આ ઉપરાંત તેઓ ચિત્રકળાના પણ મર્મજ્ઞ હતા.

૪૨ વર્ષની યુવાન વયે તેમનું અવસાન મુંબઈ ખાતે અકસ્માતમાં થયું હતું.[૨]

સર્જન ફેરફાર કરો

 
હાજી મહમ્મદ દ્વારા સ્થાપિત વીસમી સદી સામાયિકનું મુખપત્ર

સાહિત્યકાર કરતાં પત્રકારક્ષેત્રમાં વધુ કાર્ય કરનાર હાજી મહમ્મદે સલીમ ઉપનામથી મોગલ રંગ મહેલ, શીશ મહેલ જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક મહેરૂન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ (૧૯૦૪) તથા આત્મવિદ્યા પર લખાયેલી નવલકથા રશીદા (૧૯૦૮) પણ લખ્યાં છે.[૩]

સંદર્ભો ફેરફાર કરો

  1. મનસુખલાલ મગનલાલ ઝવેરી (૧૯૭૮). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૧૫૩.
  2. Mahurkar, Uday (2007-08-20). "Chronicles Regenerated A century-old Gujarati literary magazine, Visamisadi, has been digitised and given a new lease of life". India Today  – via HighBeam (લવાજમ જરૂરી). મૂળ માંથી 2016-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-26. CS1 maint: discouraged parameter (link)
  3. "કળાના શહીદ:હાજી મહંમદ શિવજી". દિવ્ય ભાસ્કર, વડોદરા (પાના નં-૬). ૧૩ ડિસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો