વીસમી સદી એ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ લોકપ્રિય અને ચિત્રાત્મક સામાયિક હતું, જે હાજી અલારખિયા શિવજી દ્વારા ૧૯૧૬ થી ૧૯૨૧ સુધી પ્રગટ થતુ હતું. વીસમી સદીની શરુઆત ૧ અપ્રિલ ૧૯૧૬ના રોજથી થઈ હતી. વીસમી સદીના દરેક અંકોમા આશરે સવાસો જેટલા પાનાઓમાં એંસી જેટલા પાના ત્રીરંગી કે એકરંગી ચિત્રો અને તસ્વીરો રહેતી હતી. તે જમાનાના નામાંકિત લેખકો અને સર્જકો કવિ કાંત, કલાપી, નરસિંહરાવ અને મહાકવિ ન્હાનાલાલ આ સામાયિકમાં લખતા હતા. કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ અને ‘પૃથિવીવલ્લભ’ નવલકથાઓ ‘વીસમી સદી’માં પ્રકાશિત થતાં નવલકથાકાર કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત થયા હતા. વીસમી સદીની પ્રકાશિત સામગ્રી, મુદ્રણસજ્જા અને તે ચિત્રો તે જમાના પરદેશના જાણીતા સામયિકોની સમકક્ષ હતા.[] ઈ.સ. ૧૯૨૧મા હાજી અલારખિયાના મૃત્યુ પછી આ સામયિક બંધ પડ્યુ હતું. વીસમી સદીની અસર તે જમાનાના તેના પછી પ્રગટ થતા અન્ય લોકપ્રિય સામયિકો "કુમાર", "નવચેતન" અને "ગુજરાત" પર તેનો પ્રભાવ સ્પષ્ટ વરતાતો હતો.

હાજી અલારખિયા શિવજી
વીસમી સદીનું ૧૯૧૬ના અંકનું કવર

ઈ.સ. ૨૦૧૦ ની આસપાસ વીસમી સદીના અંકોનુ "ડીજીટાઇજેસન" કરીને ઓનલાઈન મુકવામા આવ્યા હતા, જે અત્યારે માત્ર "સંગ્રહ" રુપે ઉપ્લબ્ધ છે.

  1. "વીસમી સદી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-11.

બાહ્ય કડી

ફેરફાર કરો