હિંડન નદી, કે જે યમુના નદીની ઉપનદી છે, ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સહરાનપુર જિલ્લામાં આવેલ હિમાલયના તળેટીના ઉચ્ચ પ્રદેશો પૈકીની શિવાલીક પહાડીઓમાંથી નીકળી યમુના નદીમાં ભળી જાય છે. આ નદી વરસાદ આધારિત નદી છે. આ નદીનો સ્ત્રાવ વિસ્તાર ૭,૦૮૩ ચોરસ કિલોમીટર જેટલો છે.

આ નદી ગંગા નદી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં ૪૦૦ કિલોમીટર જેટલું અંતર કાપે છે. આ નદી મુજફ્ફરનગર જિલ્લા, મેરઠ જિલ્લા, બાગપત જિલ્લા, ગાઝિયાબાદ શહેર, નોઇડા શહેર, ગ્રેટર નોઇડા શહેરના વિસ્તારોમાંથી પસાર થઇ દિલ્હી નજીક યમુના નદીમાં મળે છે. [].

દુનની ખીણોમાંથી નીકળતી કાળી નદી આ નદીની ઉપનદી છે. આ કાળી નદી પણ ભારે પ્રદુષિત નદી હોવાને કારણે હિંડન નદીના પ્રદુષણ સ્તરને વધારે બગાડવામાં મોટો ફાળો આપે છે.

આ નદીના જળમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ જોવા મળે છે. આ પ્રદુષિત જળ યમુના નદીના પાણીમાં ભળવાને કારણે યમુના નદીનાં નીર પણ વધુ પ્રદુષિત થાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Jain, Sharad K. (2007). Hydrology and water resources of India- Volume 57 of Water science and technology library - Tributaries of Yamuna river. Springer. પૃષ્ઠ 350. ISBN 1402051794. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો