ઢાંચો:Infobox TV channel

અગાઉ ધ હિસ્ટરી ચેનલ તરીકે ઓળખાતી હિસ્ટરી એક આંતરરાષ્ટ્રીય સેટેલાઇટ અને કેબલ ટીવી (TV) ચેનલ છે, જે બ્લ્યૂ કોલર અમેરિકાના, ગૂઢ બાબતો, સનસનીખેજ, સુડોસાયન્ટિફિક અને આધિભૌતિક વિષયો સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. ઘણીવાર ઇતિહાસવિદો, વિદ્વાનો, લેખકો, ગૂઢવિદ્યાના જાણકારો, ખગોળશાસ્ત્રી, બાઇબલના વિદ્રાનોના નિરિક્ષણો અને ખુલાસાનું તેમજ ઐતિહાસિક ઘટનાઓના પુનઃનાટ્યરૂપાંતરો, સાક્ષીઓ અને/અથવા સાક્ષીઓના કુટુંબોની મુલાકાતો તેમજ વિવિધ ઐતિહાસિક ઘટનાઓ અને વ્યક્તિઓ સંબંધિત કાર્યક્રમોનું પણ પ્રસારણ કરવામાં આવે છે.

ઇતિહાસ ફેરફાર કરો

હિસ્ટરી ચેનલને પહેલી જાન્યુઆરી 1995માં શરૂ કરવામાં આવી હતી.[૧] હિસ્ટરી ચેનલને 1 જાન્યુઆરી 1995માં શરૂ કરવામાં આવી હતી. આ ચેનલની માલિક એ એન્ડ ઇ (A&E) ટેલિવિઝન નેટવર્ક છે, જે હીર્સ્ટ કોર્પોરેશન, ડિઝની-એબીસી (ABC) ટેલિવિઝન ગ્રૂપ (વોલ્ટ ડિઝની કંપની) અને એનબીસી (NBC) યુનિવર્સલ (જનરલ ઇલેક્ટ્રિક) વચ્ચેનું સંયુક્ત સાહસ છે.[૨] આ ચેનલ વિવિધ સ્વરૂપોમાં અમેરિકા, જર્મની, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, પોર્ટુગલ, આયર્લેન્ડ, ઇઝરાયેલ, સ્પેન, પોલેન્ડ, ઇટલી, તુર્કી, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, રોમાનિયા અને લેટિન અમેરિકામાં કાર્યરત છે. આ નેટવર્ક 21 નવેમ્બર 2008 સુધી સ્ટાર ટીવી (STAR TV) અને એઈટીએન (AETN) ઇન્ટરનેશનલ વચ્ચેના સોદા હેઠળ દક્ષિણ એશિયામાં પણ ઉપલબ્ધ હતું. આ ચેનલે સાતત્યપૂર્ણ ધોરણે પ્રાઇમ ટાઇમમાં એ એન્ડ ઇ( A&E) નેટવર્કના જેટલા જ અથવા તેના કરતા વધુ રેટિંગ મેળવ્યા છે.[સંદર્ભ આપો]

16 ફેબ્રુઆરી, 2008ના રોજ મુખ્ય અમેરિકન નેટવર્ક પર નવો લોગો શરૂ કરવામાં આવ્યો હતો. તેના ટ્રેડમાર્ક ‘એચ’ (H)ને જાળવી રાખવામાં આવ્યો છે અને ડાબુ બાજુ ત્રિકોણાકાર ભાગ જાહેરાતો અને કાર્યક્રમો દરમિયાન એનિમેશન અને ફ્લાય-આઉટ માટે પ્લે બટન તરીકે કાર્ય કરે છે. 20 માર્ચ 2008ના હિસ્ટરી ચેનલે તેના નામમાંથી ‘ધ’ (The) અને ‘ચેનલ’ (Channel) શબ્દો પડતા મૂક્યો હતા અને નામમાં માત્ર હિસ્ટરીનો ઉપયોગ શરૂ કર્યો હતો.[૩]

કાર્યક્રમો ફેરફાર કરો

કાર્યક્રમોમાં વિવિધ વ્યાપક શ્રેણીના સમયગાળા અને વિષયોને આવરી લેવામાં આવે છે, જ્યારે ઘણીવાર સમાન પ્રકારના વિષયવસ્તુને સાપ્તાહિક વિષય આધારિત કાર્યક્રમમાં કે દરરોજની શ્રેણી આધારિત કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવે છે. આ ચેનલ એંસી મિલિયન કરતા વધુ ઘરોમાં જોવામાં આવે છે. તેના કાર્યક્રમોના વિષયમાં લશ્કરી ઇતિહાસ, મધ્યકાલિન ઇતિહાસ, 19મી, 20મી અને 21મી સદીઓ, આધુનિક એન્જિનિયરિંગ, ઐતિહાસિક જીવનકથાઓ, તત્ત્વમીમાંસાના વિષયો, આપત્તિનું વર્ણન વગેરેનો સમાવેશ થાય છે અને આવા સંખ્યાબંધ દસ્તાવેજી કાર્યક્રમોનું નિરુપણ એડવર્ડ હેરમેન દ્વારા કરવામાં આવ્યું છે. ઘણા કાર્યક્રમોમાં સમકાલિન સંસ્કૃતિ અને ટેકનોલોજીની ભૂતકાળની સંસ્કૃતિ અને ટેકનોલોજી સાથે સરખામણી કરવામાં આવે છે, જ્યારે કેટલાંક કાર્યક્રમો વિશેષ વ્યક્તિઓ જ સમજી શકે તેવા ષડયંત્ર થીયરી, ધાર્મિક અર્થઘટન, યુએફઓ (UFO) અટકળો અથવા રિયાલિટી ટેલિવિઝન વગેરે પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હિસ્ટરી ચેનલે સેવ અવર હિસ્ટરી નામની કોર્પોરેટ પહેલ જાળવી રાખી છે, જે ઇતિહાસ, ઐતિહાસિક સ્થળો અને કલાકૃતિઓના સંરક્ષણને સમર્પિત છે, જોકે આ કાર્યક્રમનો હેતુ નેશનલ ટ્રસ્ટ ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશન જેવો છે, પરંતુ તેને તેની સાથે જોડી દેવો જોઇએ નહીં.[સંદર્ભ આપો]

ટીકા અને મૂલ્યાંકન ફેરફાર કરો

બીજા વિશ્વ યુદ્ધ સંબંધિત વ્યાપક કવરેજને કારણે હિસ્ટરી ચેનલને ઘણીવાર મજાકમાં ‘હિટલર ચેનલ’[૪] તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેના ઘણા લશ્કરી વિષયવસ્તુ આધારિત કાર્યક્રમોને તેના સહયોગી નેટવર્ક મિલિટરી હિસ્ટરીમાં ખસેડવામાં આવ્યા છે અને હવે આ ચેનલના કાર્યક્રમોમાં ઇતિહાસ અને ભાવિ ઘટનાઓના અનુમાનો અંગેના વ્યાપક વિષયોને આવરી લેવામાં આવે છે.

પશ્ચિમના જગત અને ખાસ કરીને અમેરિકા સંબંધિત ઐતિહાસિક વિષયોના કાર્યક્રમો માટે મોટાભાગનો સમય ફાળવવા બદલ અમેરિક સ્થિત નેટવર્કની ટીકા પણ થઈ છે. (જો કે બીજા સહયોગી નેટવર્ક હિસ્ટરી ઇન્ટરનેશનલમાં અમેરિકા બહારના ઇતિહાસનું વ્યાપક કવરેજ આપવામાં આવે છે).[૫]

પ્રાચીન કે મધ્યયુગની સામે તુલનાત્મક રીતે તાજેતરના સમયગાળાના ઇતિહાસ પર વધુ ભાર મૂકવા બદલ પણ આ નેટવર્કની ટીકા થઈ છે.[સંદર્ભ આપો]

આ નેટવર્કની 2003માં ધ મેન વુ કિલ્ડ કેનેડી નામની વિવાદાસ્પદ શ્રેણીના પ્રસારણ માટે પણ સ્ટેન્લી કુટનરે ટીકા કરી હતી. આ દસ્તાવેજી કાર્યક્રમની સમીક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી હતી તેવા ત્રણ ઇતિહાસમાં કુટનરનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમને ચેનલે નામંજૂર કર્યો હતો અને પછીથી ક્યારેય તેનું પ્રસારણ થયું નથી.[૬] બીજી તરફ મનોરંજક ફોર્મેટમાં વિગતવાર માહિતી રજૂ કરવા માટે મોડર્ન માર્વેલ્સ જેવા કાર્યક્રમની પ્રશંસા પણ થઈ છે.[૭]

આઇસ રોડ ટ્રકર્સ , એક્સ મેન અને પોન સ્ટાર્સ જેવી આ નેટવર્કની કેટલીક શ્રેણીને અમેરિકામાં વિક્રમજનક રેટિંગ મળ્યા હતા, જોકે આ શ્રેણીની તેના બિનઐતિહાસિક પ્રકાર માટે ટીકા પણ થઈ હતી. આલોચકોએ દલીલ કરી હતી કે આવા કાર્યક્રમોનું ઐતિહાસિક મૂલ્ય મહદઅંશે અસ્તિત્વ ધરાવતું નથી.[૮]

અન્ય માધ્યમો ફેરફાર કરો

ડીવીડી (DVD) ફેરફાર કરો

  • અનનોન હિટલર ડીવીડી (DVD) સંગ્રહ,[૯] હિટરલ એન્ડ ધ અકલ્ટ સહિત
  • ડોગફાઇટઃ સિઝન 1 ડીવીડી (DVD) સેટ
  • ધ ગ્રેટ ડિપ્રેશન ડીવીડી (DVD) સંગ્રહ

વિડીઓ ગેમ્સ ફેરફાર કરો

  • ધ હિસ્ટરી ચેનલઃ ગ્રેટ બેટલ્સ ઓફ રોમ
  • The History Channel: Civil War – A Nation Divided
  • ' ધ હિસ્ટરી ચેનલઃ શૂટઆઉટ!-ધ ગેમ'
  • The Game ધ હિસ્ટરી ચેનલઃ ડોગફાઇટ્સ-ધ ગેમ'
  • The History Channel: Battle for the Pacific
  • History Civil War: Secret Missions
  • ધ હિસ્ટરી ચેનલઃ લોસ્ટ વર્લ્ડસ
  • ધ હિસ્ટરી ચેનલઃબેટલ ઓફ બ્રિટન 1940
  • ધ હિસ્ટરી ચેનલઃ ક્રુસેડ્સ –ક્વેસ્ટ ફોર પાવર
  • ધ હિસ્ટરી ચેનલઃઅલામો-ફાઇટ ફોર ઇન્ડિપેન્ડન્સ
  • ધ હિસ્ટરી ચેનલઃસિવિલ વોર-ગ્રેટ બેટલ્સ
  • ધ હિસ્ટરી ચેનલઃડિગિંગ ફોર ટ્રુથ

હિસ્ટરી ચેનલ www.history.com વેબસાઇટ પણ ધરાવે છે, જે બીજા ફિચર્સની સાથે ખ્રિસ્તી ધર્મના ઇતિહાસ, બીજી વિશ્વયુદ્ધ, ગૃહ યુદ્ધ, ઇરાક સ્વાતંત્ર્યની કાર્યવાહી અને તાજી ઘટનાઓ સહિતના કેટલાંક મેસેજ બોર્ડ પણ ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય ફેરફાર કરો

કેનેડા ફેરફાર કરો

હિસ્ટરીને સમાન નામ ધરાવતી સ્વતંત્ર માલિકીની કેનેડાની સેવા હિસ્ટરી ટેલિવિઝન માની લેવી જોઇએ નહીં, કારણ કે બંને અલગ અલગ છે. હકીકતમાં, આ ચેનલના પ્રારંભિક વર્ષોમાં ‘કેનેડામાં ઉપલબ્ધ નથી’ શબ્દસમૂહ એક ડિ ફેક્ટો સૂત્ર બની ગયું હતું, કારણ કે તેનો એ એન્ડ ઇ (A&E) (જે કેનેડામાં ઉપલબ્ધ છે) જેવા કેનેડાના નેટવર્કમાંથી લાવવામાં આવેલા પ્રોગ્રામ વખતની પ્રમોશનલ જાહેરાતોમાં ઉપયોગ થતો હતો.[૧૦]

એશિયા ફેરફાર કરો

હિસ્ટરી ચેનલે 2003ના અંત ભાગમાં તેના વેચાણ ભાગીદાર તરીકે ન્યૂઝ કોર્પની સ્ટાર (STAR) સાથે સમજૂતી કરીને ભારતમાં કામગીરી ચાલુ કરી હતી, તેનું સંચાલન 21 નવેમ્બર 2008 સુધી નેશનલ જિયોગ્રાફી દ્વારા થયું હતું.[૧૧] હિસ્ટરી ચેનલ ઇન્ડિયાને 21 નવેમ્બર 2008ના રોજ બંધ કરવામાં આવી હતી અને તેની જગ્યાએ ફોક્સ હિસ્ટરી એન્ડ એન્ટરટેઇનમેન્ટ ચાલુ કરવામાં આવી હતી, જે ભારતમાં ઉપલબ્ધ ફોક્સ નેટવર્કની પ્રથમ ચેનલ છે. એઇટીએન (AETN) અને એસ્ટ્રો ઓલ એશિયા નેટવર્કસ વચ્ચેનું સંયુક્ત સાહસ સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને બ્રુનેઇમાં 2007ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેમજ તાઇવાન અને ચીનમાં આ વર્ષના અંત ભાગમાં હિસ્ટરી ચેનલ શરૂ કરી રહ્યું છે.[૧૨] ઇઝરાયેલ અને જાપાન જેવા એશિયાના બીજા કેટલાંક દેશોમાં આ નેટવર્કનું તેમનું પોતાનું વર્ઝન છે. 1 સપ્ટેમ્બર 2008ના રોજ હિસ્ટરી ચેનલ એશિયાને સિંગાપોર અને હોંગ કોંગમાં સત્તાવાર રીતે શરૂ કરાઈ હતી અને તે પછી જાપાન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઇન્સમાં સત્તાવાર શરૂઆત થઈ હતી.[૧૩][૧૪][૧૫][૧૬]

સ્કેન્ડિનેવિયા ફેરફાર કરો

સ્કેન્ડિનેવિયન માટેની ચેનલને સપ્ટેમ્બર 1997માં શરૂ કરાઈ હતી, જેમાં એનાલોગ વાયાસેટ પ્લેટફોર્મના આધાર દરરોજ ત્રણ કલાકનું અને પછીથી ચાર કલાકનું પ્રસારણ કરવામાં આવતું હતું. પ્રારંભમાં ટીવી1000 (TV1000) સિનેમા સાથે કાર્યક્રમોના સમય માટે હિસ્સેદારી કરાઈ હતી અને પછી સ્વિડનની ટીવી8 (TV8) ચેનલ સાથે સમજૂતી કરાઈ હતી અને નવેમ્બર 2004 સુધી ત્યાં પ્રસારણ ચાલુ રહ્યું હતું. જોકે પછીથી વાયાસેટે આ નોર્ડિક વિસ્તારમાં તેની પોતાની હિસ્ટરી ચેનલ વાયાસેટ હિસ્ટરીની શરૂઆત કરી હતી અને હિસ્ટરી ચેનલને બંધ કરી હતી. બ્રિટન માટેની ચેનલને કેનાલ ડિજિટલ સેટેલાઇટ પ્લેટફોર્મ પર એક સ્વતંત્ર ચેનલ તરીકે શરૂ કરવામાં આવ્યા પછી 1 ફેબ્રુઆરી,2007થી હિસ્ટરી ચેનલનું ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ અને સ્વિડનમાં પુનરાગમન થયું હતું.[સંદર્ભ આપો]

હિસ્ટરી ચેનલને 1 ફેબ્રુઆરી, 2007ના રોજ નોર્વે, સ્વિડન, ડેનમાર્ક અને ફિનલેન્ડના દર્શકો માટે કેનલ ડિજિટલ ડીટીએચ (DTH) સેટેલાઇટ પેકેજના આધારે શરૂ કરવામાં આવી હતી. આ ચેનલ એ એન્ડ ઈ (A&E)અને બીસ્કાયબી (BSkyB) વચ્ચેના સંયુક્ત સાહસ હિસ્ટરી ચેનલ યુકે (UK) દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે. આ ચેનલનું અંગ્રેજીમાં પ્રસારણ થશે, પરંતુ તે બ્રિટન માટેની ચેનલ કરતા અલગ કાર્યક્રમો ધરાવતી હશે. સબ-સહારા આફ્રિકા અને ગ્રીસમાં હિસ્ટરી ચેનલના અલગ અલગ વર્ઝન છે. બાયોગ્રાફી ચેનલ અને ક્રાઇમ એન્ડ ઇન્વેસ્ટિગેશન નેટવર્ક પણ નોર્ડિક બજારમાં શરૂ કરવામાં આવશે.[સંદર્ભ આપો]

લેટિન અમેરિકા ફેરફાર કરો

લેટિન અમેરિકા માટેની ચેનલને 2001માં શરૂ કરાઈ હતી. તેની માલિકી એ એન્ડ ઇ (A&E) નેટવર્ક પાસે છે અને આ વિસ્તારમાં તેનું સંચાલન એચબીઓ (HBO) લેટિન અમેરિકન ગ્રૂપ કરે છે. તે અમેરિકા માટેની ચેનલમાં જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેનું સ્પેનિસ ભાષામાં અનુવાદ અથવા સ્પેનિશ સબટાઇટલ સાથે અંગ્રેજીમાં પ્રસારણ કરે છે. તે લેટિન અમેરિકન દેશો માટે અને તેમાંથી બનાવવામાં આવેલા સ્પેનની ભાષામાં સ્થાનિક કાર્યક્રમોનું પણ નિર્માણ કરે છે. લેટિન અમેરિકા માટેના તમામ કાર્યક્રમોનું પ્રસારણ એ એન્ડ ઇ (A&E) ટેલિવિઝન નેટવર્કસના આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ માટેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ ટોમ ગોલ્ડન અને ડિસ્કવરી ચેનલની દેખરેખ હેઠળ થાય છે. ડિસ્કવરી ચેનલ લેટિન અમેરિકાના પ્રસારણ માટે એચબીઓ (HBO) લેટિન અમેરિકા ગ્રૂપનો ઉપયોગ કરે છે.[સંદર્ભ આપો]

આ પણ જુઓ ફેરફાર કરો

  • એ એન્ડ ડી (A&E) ટેલિવિઝન નેટવર્કસ
  • ધ બાયોગ્રાફી ચેનલ.
  • હિસ્ટરી ઇન્ટરનેશનલ
  • ધ હિસ્ટરી ચેનલ (ઇન્ડિયા)
  • હિસ્ટરી (ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન ચેનલ)
  • મિલિટરી હિસ્ટરી ચેનલ
  • ડાયરેક્ટ ટીવી ચેનલ્સની યાદી
  • ડિશ નેટવર્ક ચેનલોની યાદી
  • દસ્તાવેજી ચેનલ્સની યાદી

સંદર્ભો ફેરફાર કરો

  1. વિનફ્રે, લી. સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૫ ના રોજ વેબેક મશિન"ગોલ્ફ ચેનલ ટી ઓફ ટ્યુઝડે, જોઇનિંગ હિસ્ટરી ચેનલ એઝ ન્યૂ કેબલ ફેર" સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૫ ના રોજ વેબેક મશિન, કેનાઇટ રાઇડર/ટ્રાઇબ્યુન ન્યૂઝ સર્વિસિસ, જાન્યુઆરી 16, 1995. સુધારો, ફેબ્રુઆરી 28, 2011 હાઇબીમ રિસર્ચમાંથી.
  2. "About AETN". AETN.com. મૂળ માંથી 2007-08-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-04.
  3. ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રાઇબ્યુન ટેલિવિઝન્સ ધ હિસ્ટરી ચેનલ ડ્રોપ્સ ધ એન્ડ ચેનલ ફ્રોમ ઇટ્સ નેમ, કીપ્સ હિસ્ટરી માર્ચ 20, 2008
  4. "ઓલ હિટલર, ઓલ ધ ટાઇમ" સંગ્રહિત ૨૦૦૯-૦૭-૧૫ ના રોજ વેબેક મશિન માર્ક સ્કોન (સેલોન, મે 8, 1997).
  5. "Time traveler's guide to the Roman Empire". Channel4.com. મેળવેલ 2007-08-04. The History Channel: The website of the American cable channel has a bias towards American history, as evidenced by Extreme History with Roger Daltrey line feed character in |quote= at position 21 (મદદ)
  6. Stanley Kutner (2004-07-04). "Why the History Channel Had to Apologize for the Documentary that Blamed LBJ for JFK's Murder". History News Network. મેળવેલ 2007-08-04. The History Channel has made a start in the right direction as it has totally disavowed the program and publicly promised it never will be shown again.
  7. Scott Weinberg (2007-05-29). "Modern Marvels: Technology". DVD Talk. મેળવેલ 2007-08-04. If you're trying to throw your kids a little education, but in a fast-paced and colorful presentation, these "Modern Marvels" series come pretty highly recommended. Then again, I'm a mid-30s guy and I'm learning tons of new stuff from these programs. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  8. Steve Rogers and Christopher Rocchio (2007-06-20). "'Ice Road Truckers' debut sets The History Channel ratings records". Reality TV World. મેળવેલ 2007-11-17. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  9. ધ હિસ્ટરી ચેનલ ઓનલાઇન સ્ટોર: ધ અનનોન હિટલર ડીવીડી (DVD) કલેક્શન સંગ્રહિત ૨૦૦૭-૧૧-૦૬ ના રોજ વેબેક મશિન
  10. "Librarian and Information Science News". LIS News. મેળવેલ 2007-08-04. I always wondered why the History Channel commercials said not available in Canada.[હંમેશ માટે મૃત કડી]
  11. "Indiantelevision.com's interview with NGC India managing director (South Asia) Zubin Jehanbux Gandevia". Indiantelevision.com. 2003-12-20. મેળવેલ 2007-10-15.
  12. "A&E Television Networks & Astro Form Joint Venture". 2007-04-16. મૂળ માંથી 2007-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-08.
    "The History Channel Expands Through Asia". 2003-02-10. મૂળ માંથી 2006-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-16.
  13. હિસ્ટરી એચડી (HD) ચેનલ લોન્ચ ઓન સ્કાયલાઇફ ઇન કોરીયા સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૪ ના રોજ વેબેક મશિન સુધારો www.medianewsline.com મારફતે 05-05-2009
  14. હિસ્ટ્રી એચડી (HD) ટુ લોન્ચ ઇન જાપાન સુધારો www.aetninternational.com મારફતે 09-30-2008
  15. હિસ્ટરી ચેનલ એશિયા એચડી (HD) લોન્ચ્ડ ઓન સ્કાયકેબલ ફિલિપાઇન્સ સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન સુધારો via www.skycable.com મારફતે 06-09-2009
  16. ધ હિસ્ટરી ચેનલ એચડી (HD) ટુ લોન્ચ ઇન સિંગાપોર એન્ડ હોંગ કોંગ સંગ્રહિત ૨૦૦૯-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન સુધારો www.aetninternational.com મારફતે 08-26-2008

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

ઢાંચો:History Shows ઢાંચો:A&E Television Networks