હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણ એક ગુજરાતી ભજનિક અને લોકગાયક છે.
હેમંત ચૌહાણ | |
---|---|
જન્મ | રાજકોટ |
પુરસ્કારો |
પરિચય
ફેરફાર કરોતેમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે.[૧] આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
પંખીડા ઓ પંખીડા , વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હિન્દી ભજનનાં પણ તેમનાં કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન (સુર મંદિર) નોંધનીય છે. સંતવાણી - ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.
સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ (પેટીવાજું) અને સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તેઓ ખૂબ સરળતાથી વગાડી જાણે છે.
આલ્બમો
ફેરફાર કરો
ભજનફેરફાર કરો
|
નોનસ્ટોપ ભજનફેરફાર કરો
|
રાસ-ગરબાનાં આલ્બમોફેરફાર કરો
|
|
પુરસ્કાર
ફેરફાર કરો- શ્રેષ્ઠ પાર્શ્વગાયક, કેસર ચંદન માટે (૧૯૮૬-૮૭)
- ગુજરાત ગૌરવ પુરસ્કાર, ગુજરાત સરકાર
- અકાદમી રત્ન પુરસ્કાર (૨૦૧૧)
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- હેમંત ચૌહાણની દેવાંગ વિભાકરે લીધેલી મુલાકાત, સ્પીકબિન્દાસ.કોમ પર
- હેમંત ચૌહાણનો ટૂંકો પરિચય પ્લેનેટરેડિઓસિટી.કોમ પર સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |