કર્નલ હોશિયાર સિંહ દહિયાનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના સીસાના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી હીરા સિંહ હતું. તેઓ ભારતીય ભૂમિસેનામાં અધિકારી હતા. તેમને ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયો.

શરૂઆતનું જીવન ફેરફાર કરો

હોશિયાર સિંહ સાતમા ધોરણમાં હતા ત્યારે તેમના લજ્ઞ ધન્નો સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો હતા. તેઓ જાટ કોલેજમાં રોહતક ખાતે ભણ્યા હતા અને ત્યારબાદ ભારતીય સૈન્યમાં જોડાયા હતા.[૧]}}

તેમને ૩૦ જૂન ૧૯૬૩ના રોજ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં ભરતી થયા હતા.[૧]

તેમને પ્રથમ નિયુક્તિ નેફા ખાતે મળી હતી. તેઓ ૧૯૬૫ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધમાં રાજસ્થાન વિસ્તારમાં હતા અને તેમણે લડાઈમાં ભાગ લીધો હતો.

પરમવીર ચક્ર વડે સન્માનિત ફેરફાર કરો

૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૩ ગ્રેનેડિયર્સને શકરગઢ વિસ્તારમાં ૧૫-૧૭ ડિસેમ્બર દરમિયાન બસન્તર નદી ઉપર પુલ બાંધવાનું કાર્ય સોંપાયું. નદીની બંને તરફ પાકિસ્તાની સેનાની મજબૂત ચોકીઓ હતી અને બંને તરફ સુરંગક્ષેત્રો પણ હતાં. મેજર હોશિયાર સિંહ 'સી' કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમને જરપાલ કબ્જે કરવાનું લક્ષ્યાંક અપાયું. પાકિસ્તાની સૈન્યએ આનો વળતો જવાબ આપ્યો અને મોટા પ્રમાણમાં વળતો હુમલો કર્યો. તેઓ એક ખાઈથી બીજી ખાઈમાં પોતાના સૈનિકોનો ઉત્સાહ વધારતા ગયા અને તેના પરિણામે ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના તમામ હુમલા પાછા હટાવ્યા અને પાકિસ્તાની સૈન્યએ મોટાપ્રમાણમાં જાનહાનિ વેઠી. તેઓ ગંભીર રીતે ઘાયલ થવા છતાં લડાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેજર હોશિયાર સિંહે ત્યાંથી હટવાની ના પાડી. સમગ્ર કાર્યવાહી દરમિયાન મેજર સિંહે દેખીતી વીરતા, લડવાનો જુસ્સો અને નેતૃત્વ શક્તિ દર્શાવી ભારતીય સેનાની પરંપરા જાળવી. આ માટે તેમને પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.[૧]

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  • "Major Hoshiar Singh". Indian Army. મૂળ સંગ્રહિત માંથી 2008-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-05.