માર્ચ ૨૦

તારીખ
(૨૦ માર્ચ થી અહીં વાળેલું)

૨૦ માર્ચગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે, વર્ષનો ૭૯ મો (લિપ વર્ષમાં ૮૦ મો) દિવસ હોય છે. આ પછી વર્ષમાં ૨૮૬ દિવસો બાકી રહે છે.

આ દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં "વાસંતિક વિષુવકાળ" (vernal equinox), એટલે કે જેમાં દિવસ અને રાત્રી સમાન હોય છે, નો હોય છે. તદનુસાર વસંત ઋતુનો પ્રથમ દિવસ પણ ગણાય છે, અને દક્ષિણી ગોળાર્ધમાં "શરદ (પાનખર) વિષુવકાળ" (autumnal equinox) નો હોય છે. તેથીજ મોટાભાગે ઘણાં દેશોમાં પરંપરાગત પારસી (કે ઇરાનિયન) નવરોઝ આ દિવસેજ આવે છે. રાશીચક્રનો આ છેલ્લો દિવસ હોય છે.

૨૦ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો

ફેરફાર કરો
  • ૧૩૫૧ - તઘલખ વંશના બાદશાહ મહમંદ તઘલખનું અવસાન
  • ૧૯૨૫ - હિન્દના એક વખતના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનનું અવસાન

તહેવારો અને ઉજવણી

ફેરફાર કરો
  • વિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન (હેડ ઇન્જરી અવેરનેસ)
  • વિશ્વ વાર્તા દિવસ (World Storytelling Day)
  • જાપાનનો રાષ્ટ્રીય તહેવાર.(વાસંતિક વિષુવકાળ પર આધારીત)
  • આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)
  • નવરોઝ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)
  • વિશ્વ ચકલી દિવસ