૪૮ કડવા પાટીદાર
૪૮ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજનો એક સમુહ છે. જે અમદાવાદની નજીક આવેલા માંડલ વિસ્તારનાં ૪૮ ગામોનો બનેલો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૪૮ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજને વઢીયાર સમાજ પણ કહેવામાં આવે છે.
કડવા પાટીદારમા આ સિવાય નિચેના સમાજ હોય્ છે.
ગામો
ફેરફાર કરોશેર, આલમપુર, કાચરોલ, કુણપુર્, કોચાડા, ગીતાપુર, ગોરીયાવડ, ચણોઠીયા, જરવલા, ઝાઝરવા, ઝુડ, ટ્ર્ન્ટ, ડુમાણા, ડેડાણા, ઢેડાસણા, દાલોદ, ધાકડી, નવરગપુરા, નાનાઉભડા, નાયકપુર, પ્રતાપગઢ, બામણવા, ભડાણા, ભોજવા, માડલ, મોટા ભડા, રખીયાણા, રીબડી, વરમોર, વનપરડી, વણોદ, વાસણા, વિછણ, વિઝુવાડા, સીતાપુર, સુરજપુર, સોલગામ, હાસલપુર.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |