અબડાસા તાલુકો

ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો

અબડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો છે. નલિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.

અબડાસા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
મુખ્ય મથકનલિયા
વિસ્તાર
 • કુલ૨,૩૯૮.૨૬ km2 (૯૨૫.૯૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૧૭૫૩૮
 • ગીચતા૪૯/km2 (૧૩૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૧૫
 • સાક્ષરતા
૬૭.૨૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન લાયસન્સ કોડGJ-12

અબડાસા નામ રાજપુત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે, અબડા અભડંગે માથું વઢાઈ જતાં, ૭૨ દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભુમિને, અબડાસા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે અબડાસા નામ ત્યાંના રાજા 'જામ અબડા' પરથી પડ્યું હોવાનું કહેવાય છે.

તાલુકાનો વિસ્તાર 2,398.26 square kilometres (926 sq mi) છે.[]

અબડાસા તાલુકાની મુખ્ય નદીઓ ખારી, કંકાવટી અને બેરચિયા નદી છે.[]

મહત્વના સ્થળો

ફેરફાર કરો

ઘોરાડ અભયારણ્ય

ફેરફાર કરો

એક સમયે સમગ્ર ભારતમાં ફેલાયેલા પક્ષી ઘોરાડના છેલ્લા બચેલા નિવાસ સ્થાનોમાંના એક વિસ્તાર તરીકે જાણીતો બનેલો છે[].

યાત્રાધામો

ફેરફાર કરો

અબડાસા તાલુકો જૈન ધર્મના મહત્વના યાત્રાધામોનો સમાવેશ કરે છે, જે પાંચ ગામો જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સુથરીમાં આવેલા છે.[] - આ પાંચ ગામોનો સમૂહ અબડાસા ની પંચતિર્થી તરીકે ઓળખાય છે.

અબડાસા તાલુકામાં ૮૫ ગ્રામ પંચાયતો,[] અને કુલ ૧૬૭ ગામોનો સમાવેશ થાય છે.[]

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
  1. અરીખાણા
  2. આશાપર
  3. ઉકીર
  4. ઉસ્તીયા
  5. ઐડા
  6. કનકપર
  7. કમંડ
  8. કરમટા
  9. કંઢાય
  10. કાડોઈ
  11. કારા તળાવ
  12. કારૈયા
  13. કુકડાઉ
  14. કુણઠિયા
  15. કુવાપધ્ધર
  16. કોઠારા
  17. કોસા
  18. ખાનાય
  19. ખારુઆ
  20. ખીરસરા (કોઠારા)
  21. ખીરસરા (વિંઝાણ)
  22. ખુઅડો
  23. ગુડથર
  24. ગોયલા
  25. ગોલાય
  26. ચરોપડી નાની
  27. ચાવડકા
  28. ચિયાસર
  29. છછી
  30. છસરા
  31. છાડુરા
  32. જખૌ
  33. જસાપર
  34. જંગડીયા
  35. જાના-કોસા
  36. જોગીયાય
  37. ડાબણ
  38. ડાહા
  39. ડુમરા
  40. તેરા
  41. ત્રંબૌ
  42. થુમડી
  43. ધુણવાઈ
  44. ધ્રુફી નાની
  45. નરેડી
  46. નલિયા
  47. નવાવાડા
  48. નવાવાસ (વાંઢ)
  49. નાગોર
  50. નાના કરોડિયા
  51. નાના નાંધરા
  52. નાની બાલચોડ
  53. નાની બેર
  54. નાની સિંધોડી
  55. નારાણપર
  56. નાંગિયા
  57. નુંધાતડ
  58. નોડેવાંઢ
  59. પટ
  60. પીયોણી
  61. પૈયા / પઈ
  62. પ્રજાઉ
  63. ફુલાય
  64. ફુલાયા વાંઢ
  65. બારા
  66. બાલાપર
  67. બાંડીયા
  68. બિટીયારી
  69. બિટ્ટા
  70. બુટ્ટા (અબડાવાળી)
  71. બુડધ્રો
  72. બુડિયા
  73. બેરાચીયા
  74. બોહા
  75. ભવાનીપર
  76. ભાચુંડા
  77. ભાનાડા
  78. ભીમપર
  79. ભેદી (પઈ)
  80. ભોઆ
  81. મંજલ રેલડિઆ
  82. મિયાણી
  83. મોખરા
  84. મોટા કરોડિયા
  85. મોટા નાંધરા
  86. મોટી અક્રી
  87. મોટી ચારોપડી
  88. મોટી ધુફી
  89. મોટી બાલચોડ
  90. મોટી બેર
  91. મોટી વામોટી
  92. મોટી વાંઢ
  93. મોટી સિંધોડી
  94. મોટી સુડાધ્રો
  95. મોથાડા
  96. મોહડી
  97. રવા
  98. રાગણ વાંઢ
  99. રાણપુર
  100. રાપર ગઢવાળી
  101. રામપર
  102. રાયધણજર (મોટી)
  103. રાયધણજર (નાની)
  104. લઈયારી
  105. લઠેડી
  106. લાખણિયા
  107. લાલા
  108. વડસર
  109. વડા ગઢવાલા
  110. વડા ધનવારા
  111. વડાપધ્ધર
  112. વમોટી નાની
  113. વરનોરી બુડીયા
  114. વરાડિયા
  115. વલસરા
  116. વાગાપધર
  117. વાગોઠ
  118. વાયોર
  119. વાંકુ
  120. વાંઢ ટીંબો
  121. વિંગાબેર
  122. વિંઝાણ
  123. સણોસરા
  124. સાંધાણ
  125. સંધાવ
  126. સાણયારા
  127. સામંદા
  128. સારંગવાડો
  129. સુખપર (સાયંડ)
  130. સુખપરા બારા
  131. સુજાપર
  132. સુડધ્રો નાની
  133. સુથરી
  134. હમીરપર
  135. હાજાપર
  136. હિંગાણીયા
  137. હોથીઆય


  1. "Abdasa Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૭.
  2. "Districtwise / Talukawise Salient Features of Population Statistics (1991 and 2001): Gujarat" (PDF). Directorate of Economics and Statistics, Government of Gujarat. પૃષ્ઠ ૭. મૂળ (PDF) માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.
  3. "અબડાસા તાલુકા પંચાયત (Abadasa Taluka Panchayat)". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2012-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.
  4. "અબડાસા, અ નિગલેક્ટેડ પેરેડાઈઝ". કચ્છ ઇકોલોજીકલ રીસર્ચ સેંટર અને કોરબેટ ફાઉન્ડેશન. ૨ ફેબ્રુઆરી ૨૦૧૫.
  5. Kutch by India. Superintendent of Census Operations, Gujarat. Director, Government Print. and Stationery, Gujarat State. ૧૯૬૪. પૃષ્ઠ ૫૩.
  6. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Abdasa, Kachchh, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ માંથી 2013-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.
  7. "Villages of Abdasa Taluka". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો